News of Monday, 13th October 2025
રાજકોટ યાર્ડમાં કપાસની ૩ર હજાર અને સોયાબીનની ૩પ હજાર મણની આવક
વિવિધ જણસી ભરેલા ૭૦૦ થી વધુ વાહનોની કતારો લાગી

રાજકોટઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે વિવિધ જણસી ભરેલા ૭૦૦ થી વધુ વાહનોની કતારો લાગી હતી. જેમાં આજે યાર્ડમાં કપાસની ૩ર હજાર મણ અને સોયાબીનની ૩પ હજાર મણની આવકો થઇ હતી. તેવી જ રીતે જીરૂની ૧૦,ર૦૦ મણ અને સફેદ તલની ૧ર હજાર મણની આવક થઇ હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વા.ચેરમેન તથા સ્ટાફે વિવિધ જણસી ભરેલા વાહનોને ક્રમશઃ પ્રવેશ આપી ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(1:24 PM IST)










