તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Monday, 13th October 2025
કુવાડવા રોડ પરના કોમન પ્લોટમાં ૨૦ વર્ષ જુના વૃક્ષોનો સોથ વાળી દેવાયો

રાજકોટ : એક તરફ પર્યાવરણ બચાવો અભિયાનો ચલાવાઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ કુવાડવા રોડ પર શ્રીનાથ પાર્કના કોમન પ્લોટમાં કોઇએ ૨૦ વર્ષ જુના ત્રણેક વૃક્ષોનો સોથ વાળી દેતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી જન્મી છે. આ સ્થળે લીમડા સહીતના બે દાયકા જુના તોતીંગ વૃક્ષો હતા. પણ કોઇએ જમીન દોસ્ત કરી દેતા આવુ કૃત્ય કરનાર સામે પગલા ભરવા મહાનગરપાલિકાની પર્યાવરણ શાખામાં રજુઆતો કરવામાં આવી છે.
(3:53 PM IST)










