હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાપ...રે..બાપ...ગાંડી ઘરાકીઃ રાજકોટની બજારો હાઉસફૂલ...
વેપારીઓ હાંફી ગયાઃ લોકો દિવાળીની દરેક વસ્તુ પર તૂટી પડયા

રાજકોટઃ દિપાવલીના તહેવારો આવી રહ્યા છે...બુધવારે અગિયારસથી દિવાળીના તહેવારો શરૂ થશે, જે ભાઇબીજ સુધી જામશે, પરંતુ રાજકોટની ઉત્સવ ઘેલી પ્રજા ર દિ'થી અને આજે ત્રીજો દિવસ એમ ગણીએ તો ત્રણ દિવસથી દિવાળીના તહેવારોની ખરીદીની ઉજવણી કરી રહી છે, શહેરની તમામ મુખ્ય બજારો ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, કાપડ માર્કેટ, બંગડી બજાર, ગુંદાવાડી, પરાબજાર, ઘી-કાંટા રોડ, સાંગણવા ચોક, ઉપર પ્રજા દિવાળીની ખરીદી ઉપર રીતસર તૂટી પડી છે, ગાંડી ઘરાકી જામી છે, વેપારીઓને તડાકો પડી ગયો છે, વેપારીઓ હાંફી ગયા છે, કહી રહ્યા છે, છેલ્લા પ૦ વર્ષમાં આવી ભીડ જોઇ નથી, ઉત્સવ ઘેલી પ્રજા રંગોળીના રંગ, અવનવા સ્ટીકરો, કપડા, શૂઝ, ચપ્પલ, અવનવા દિવડા, ઇલેકટ્રોનીક રંગબેરંગી સીરીઝ, રંગોળીના સ્ટીકરો, અવનવા આકર્ષક તોરણો, લાભ-શુભ-સ્વસ્તિક, લક્ષ્મી માતાજીના પગલા, સૂકો મેવો, ડેકોરેશનથી ઝગમગતા તોરણો, ફટાકડા આ બધુ ખરીદ કરવા તૂટી પડી છે, તસ્વીરો મુખ્ય બજારોની છે, અધુરામાં પુરૂં સરકારે ૮ દિ' રજા જાહેર કરી છે, તા. ૧૪ થી ૧૬ દરમિયાન વહેલો પગાર, બોનસ, મોંઘવારી ભથ્થુ, પેન્શન ચૂકવવાની જાહેરાત થઇ છે. નાનો ગરીબ વર્ગ-મધ્યમ વર્ગ ઉમટી પડયો છે, બજારોમાં ઉમટી પડેલ પ્રજા-લોકોના અદ્દભૂત દૃશ્યો છે, વેપારીઓની આંખ ઠરી છે, અને અમારા કેમેરામેન સંદીપ (પીન્ટુ) એ પોતાના કેમેરાની આંખમાં અદ્દભૂત માહોલને કેચ કરી રાજકોટની પ્રજાની આંખમાં હર્ષના અશ્રુ વહાવી દિધા છે, અભિનંદન રાજકોટની પ્રજાને...કોઇ શક?! (તસ્વીરઃ સંદિપ બગથરીયા)










