તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 13th October 2025
ભીમરાવનગરમાં ૧૧ મહિનાના બાળક દેવાંશનું તાવથી મોત

રાજકોટ તા. ૧૩: શહેરના આજીડેમ ચોકડીથી આગળ આવેલા માંડા ડુંગર નજીક ભીમરાવનગરમાં રહેતાં મગનભાઇ બારૈયાનો પુત્ર દેવાંશ (ઉ.૧૧ મહિના) સવારે બેભાન થઇ જતાં ઝનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતયુ પામનાર દેવાંશ બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. પિતા મગનભાઇ જાદવભાઇ બારૈયા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. આ બાળકને બે ત્રણ દિવસથી તાવ આવતો હોઇ દવા ચાલુ હતી. આજે એકાએક તબિયત બગડી જતાં બેભાન થઇ જતાં સારવારમાં ખસેડાયો હતો. પરંતુ મૃત્યુ થયું હતું. (૧૪.૧૧)
(2:41 PM IST)










