<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

ક્રાઈસ્‍ટ કોલેજના ડાયરેક્‍ટર ડો.ફાધર જોમોન થોમ્‍માનાને ભારત શિક્ષણ રત્‍ન એવોર્ડ એનાયત

 

રાજકોટઃ ક્રાઇસ્‍ટ કોલેજ કેમ્‍પસના  ડિરેક્‍ટર ડો. ફાધર જોમોન થોમ્‍માનાને ભારત શિક્ષણ રત્‍ન એવોર્ડ ર૦રપ થી નવાજવામાં આવ્‍યા છે. આ એવોર્ડ ડો.એસ. રાધાકળષ્‍ણન ટીચર્સ વેલફેર એસોસિએશન ઓફ ઇન્‍ડિયા દ્વારા શિક્ષક દિવસના પાવન અવસરે આપવામાં આવ્‍યો.

દેશના જુજ લોકોને અપાતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ કાઈસ્‍ટ કોલેજ કેમ્‍પસ ખાતે યોજાયેલા સાંસ્‍કળતિક કાર્યક્રમમાં, મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર ડો. ઉત્‍પલ જોષી દ્વારા ફાધરને આપવામાં આવ્‍યો હતો.

ક્રાઇસ્‍ટ કોલેજની યાદીમાં જણાવાયું છે કે આ સન્‍માન તેમના અસાધારણ કાર્યો અને સમર્પિત સેવાઓનું પ્રતિબિંબ છે. ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલ અને ક્રાઈસ્‍ટ કોલેજ કેમ્‍પસને આરોગ્‍ય સેવા અને કુશળતા આધારિત શિક્ષણથી પરિવર્તિત કરવાથી લઈને, મેગા જોબ ફેસ્‍ટ, મહિલા સશક્‍તિકરણ કાર્યક્રમો અને મફત કોવિડ-૧૯ સારવાર શરૂ કરવા સુધી તેમની દૃષ્ટિએ હજારો લોકોના જીવનને સ્‍પર્શ્‍યુ છે. ૧,૫૦૦ થી વધુ ગ્રામ્‍ય આરોગ્‍ય કેમ્‍પો, શિક્ષણ માટે ગામ દત્તક લેવાની પહેલ અને રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સંસ્‍થાની ઓળખ દ્વારા ક્રાઇસ્‍ટ કોલેજમાં અનેક નવા સ્‍ટાર્ટઅપ્‍સ જેમ કે હ્યુમન લાઈબ્રેરી, સ્‍કિલબેઝડ પ્રોગ્રામ, કમ્‍પલસરી ઇન્‍ટર્નશિપ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઅલ એક્‍સપોઝર, ટીચિંગ ઓન વ્‍હીલ્‍સ જેવી વિદ્યાર્થીઓને ખુબજ ઉપયોગી  યોજનાઓ કાર્યરત કરેલ  હોવાનું જણાવાયું છે.

આ એવાર્ડ ફાધર જોર્મોનને ગુજરાત રાજ્‍યમાં સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે તેમના મહત્‍વ યોગદાન બદલ આપવામા આવ્‍યો છે. વિદ્યાર્થીઓ માટે પુસ્‍તક સિવાય સ્‍કિલ બેઝડ એજ્‍યુકેશન અને ઇન્‍ટર્નશિપ એક્‍સપોઝર દ્વારા આપણા રાષ્‍ટ્રના ભવિષ્‍ય ઉજ્જવળ બનાવા માટે તેમનું ઉલ્લેખનીય છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ રાષ્‍ટ્રીય સ્‍તરે એક વિશિષ્ટ માન્‍યતા અને સિદ્ધિ ધરાવે છે, ક્રાઈસ્‍ટ કોલેજ કેમ્‍પસ માટે અતિ ગૌરવની ક્ષણ હોવાનું પણ કેમ્‍પસની યાદી જણાવે છે.  

(2:45 PM IST)