<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

જિલ્લા પંચાયત કચેરીમાં ગુટખા, પાન-ધુમ્રપાન પર પ્રતિબંધ : ઐતિહાસિક ઠરાવ

ઘેલા સોમનાથમાં પ્રવીણાબેન રંગાણીની અધ્‍યક્ષતામાં સામાન્‍ય સભા : ચૂંટાયેલી પાંખના વિદાયમાન જેવો માહોલ : મહત્‍વનો ઠરાવો શહીદ પરિવારો માટે સહાય બમણીઃ દર મહિને સ્‍વચ્‍છતા ઝુંબેશ : જી.એસ.ટી. અંગે વડાપ્રધાનને અભિનંદન

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા ઘેલા સોમનાથમાં મળેલ જેમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણી ઉપપ્રમુખ રાજુ, ડાંગર, કારોબારી અધ્‍યક્ષ પી.જી. કયાડા, ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદ, ડે. ડી.ડી.ઓ જય ગોસ્‍વામી, પ્રિયંક ગલચર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અભિજિત બગથરીયા)

રાજકોટ, તા. ૧૩ : જિલ્લા પંચાયતની વિદાય લેતા વિક્રમ સવંત વર્ષની અને સંભવત વર્તમાન ચૂંટાયેલી પાંખની અંતિમ સામાન્‍ય સભા આજે ઘેલા સોમનાથ ખાતે મળેલ જેમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે પાન, મસાલા, ગુટખા, ધુમ્રપાનના ઉપયોગ પર સખત પ્રતિબબંધ મુકતો ઠરાવ પંચાયતના અધ્‍યક્ષ પ્રવીણાબેન સંજયભાઇ રંગાણીની અધ્‍યક્ષતામાં કરાવેલ. ઉપરોકત સ્‍વચ્‍છતાને લગતા ઠરાવ કરાવેલ. શ્રેષ્‍ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ખાસ સામાન્‍ય સભા હોવાથી પ્રશ્‍નોતરી હતી નહીં.

સામાન્‍ય સભામાં મંચ પર ડી.ડી.ઓ. શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ઉપપ્રમુખ રાજુ ડાંગર, કારોબારી અધ્‍યક્ષ પી.જી. કયાડા,  ડી.ડી.ઓ. જય ગોસ્‍વામી, પ્રિયંક ગલચર વગેરે હાજર રહ્યા હતા.

અધ્‍યક્ષ પ્રવીણાબેન રંગાણીએ જણાવેલ કે જિલ્લા પંચાયત કચેરી - રાજકોટમા પાન, મસાલા, ધુમ્રપાન, માવા કે ગુટખાની કોઈ પણ પ્રકારની બનાવટો પોતાની પાસે રાખવા કે સેવન કરવા અને થુંકવા પર પ્રતિબંધ મુકવા માટે આજની ખાસ સામાન્‍ય સભામાં ઠરાવ કરવામા આવે છે જેમા કચેરીના મકાનમા કે પરીસરમા કોઈ પણ સ્‍થળે જાહેરમા ફૂંકવા પર દંડ સુધીની જોગવાઈ કરવામા આવે છે, માત્ર દંડ વસુલવાની ભાવનાથી નહી પરંતુ લોકોના સામાજિક વર્તનમા પરીવર્તન લાવવા તથા લોકો તમાકુના સેવનથી દુર રહે અને તંદુરસ્‍ત જીવન જીવે તે અંગે જાગળતિ આવે તે હેતુસર આ ઠરાવ કરવામા આવે છે જે આજની ખાસ સામાન્‍ય સભામા  ઠરાવ કરવામાં આવ્‍યુ છે.

જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીનું અવસાન થાય તો તેના પરિવારને જિલ્લા પંચાયત સ્‍વભંડોળ વર્ષ ૨૦૨૫- ૨૬ માથી રકમ રુપિયા પચાસ હજારથી વધારીને ૧ લાખ કરેલ છે જે રકમમા વધારો ચુકવવા માટે આજની ખાસ સામાન્‍ય સભામાં ઠરાવ કરવામા આવ્‍યો.

જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના વિસ્‍તારમાં રહેતા શહીદ થયેલા સૈનિકના પરિવારને જિલ્લા પંચાયત સ્‍વભંડોળમાંથી સહાય આપવા બાબત

જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના વિસ્‍તારમાં રહેતા શહીદ થયેલા સૈનિકના પરિવારને જિલ્લા પંચાયત સ્‍વભંડોળ વર્ષ ૨૦૨૫- ૨૬ માથી રકમ રુપિયા એક લાખથી વધારીને ૨ લાખ કરેલ છે જે રકમ વધારીને ચુકવવા માટે આજની ખાસ સામન્‍ય સભામા ઠરાવ કરવામા આવ્‍યો.

જીએસટી બચત ઉત્‍સવ

અંગે આભાર પ્રસ્‍તાવ

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્ર સરકાર આપના દૂરદશી નૈતળત્‍વ અને દેશ ના નાગરિકોની સુખાકારી માટેના સતત પ્રયાસો હેઠળ જીએસટી દરમાં કરવામાં આવેલા ઘટાડા બદલ અમે હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરીએ છીએ. આ નિર્ણયથી વ્‍યવસાયો, ખાસ કરીને નાના અને મધ્‍યમ ઉદ્યોગો, ગરીબો તેમજ સામાન્‍ય નાગરિકોને રોજિંદા ખર્ચમાં નોંધપાત્ર રાહત મળી છે. તેમ ઠરાવમાં જણાવાયું હતું. ઉપરાંત વિકાસ સપ્તાહ અને સ્‍વદેશી અભિયાન અંગે વડાપ્રધાને અભિનંદન આપતો ઠરાવ કરવામાં આવ્‍યો હતો.   

(2:47 PM IST)