News of Monday, 13th October 2025
ખેડુતો પર દમન ગુજારનાર પોલીસ પર કાર્યવાહી થવી જોઇએ : ખેડુત એસો.
બોટાદ યાર્ડના ભ્રષ્ટાચારીઓ પર પગલા લેવાને બદલે

રાજકોટ તા. ૧૩ : ગુજરાત ખેડુત એસોસીએશનના પ્રમુખ ક્રાંતિકારી સંઠનના પ્રણેતા ભરતસિંહ જાલા (ખંભલાવ), ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), પટેલ પ્રવીણભાઇ પડારીયા (કાલાવડ), ભુપતભાઇ પટેલ (ધારુકા), ભરતસિંહ વાળા (તરેડી), કાળુભાઇ રાઠોડ, નાગજીભાઇ પટેલ (ખાનકોટડા), લાખાભાઇ ઉંધાડ (દેરડી કુંભાજી)ની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે બોટાદ યાર્ડમાં ચાલી આવતી કડદા પ્રથા બંધ કરાવવા શાંત રીતે આંદોલન કરનારાઓ ઉપર જે પોલીસ દમન ગુજારવામાં આવ્યો છે તેને ખેડુત એસોસીએશન કડક શબ્દોમાં વખોડી કાઢે છે.
ખેડુતો પર લાઠીચાર્જનો આદેશ કરનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા આદેશો થવા જોઇએ.
માર્કેટયાર્ડમાં ચાલતા ભ્રષ્ટાચારો બંધ કરાવવાને બદલે અવાજ ઉઠાવનાર ખેડુતો ઉપર દમન ગુજારવાનું કૃત્ય કોઇ કાળે શાખી ન લેવાય. પોલીસ પ્રશાસન દ્વારા ખેડુતો પર કરાયેલ દમન નિંદનીય છે. લાઠીચાર્જ કરનાર પોલીસ પર ફોજદારી કાર્યવાહી કરવા અને કડદો કરનાર વેપારીઓ ઉપર પણ ન્યાયી કાર્યવાહી કરવા અંતમાં ગુજરાત રાજય ખેડુત એસોસીએશન અને ક્રાંતિ સંગઠના આગેવાનોએ માંગણી ઉઠાવી છે. (૧૬.૨)
(2:57 PM IST)










