<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

‘‘બેક હાઉસ બાય રાખી'' ઘરેથીજ ક્‍વોલિટી કેક બનાવે છે : રાખીબેન ઉનડકટ

ચોકલેટ કેક, ફ્રુટ કેક, મીની વર્ઝનમાં આવતી બેન્‍ટો કેક, વિવિધ પ્રકારની ચોકલેટ વોલનટ, નટેલા, બિસ્‍કોફ બ્રાઉની, રસમલાઇ, ગુલાબજાંબુ, કેસર પિસ્‍તા જેવી ઓથેન્‍ટિક કેક, ફ્રુટ ફલેવરમાં સ્‍ટ્રોબરી, પાઇનેપલ, બટર સ્‍કોચ, બ્‍લ્‍યુબેરી, મેંગો કેક વગેરે અનેક પ્રકારની કેક-બ્રાઉની બનાવતા તેમને ત્રણ કલાક જેટલો સમય લાગે છે રાગી-જુવાર-ગોળનો ઉપયોગ કરી હેલ્‍ધી કેક (મિલેટ કેક) પણ બનાવે છે : રાખીબેને અત્‍યાર સુધીમાં ૨૦૦ થી પણ વધુ વિવિધ પ્રકારની કેક અને બ્રાઉની બનાવ્‍યા છે બેક હાઉસ બાય રાખી બેકિંગ સ્‍ટુડિયોમાં ઘરેથીજ હોમમેઇડ કેક, બ્રાઉની, ચોકલેટ બનાવે છે : દિકરી વેદાંશીએ મમ્‍મીને પ્રેરણા આપી અને રાખીબેને અમદાવાદ અને મુંબઇથી વ્‍યવસ્‍થિત કેક અને ચોકલેટ બનાવવાનો પ્રોફેશનલ કોર્સ કર્યો

રાજકોટ, તા.૦૪: શૂન્‍યમાંથી સર્જન કરે તે કલાકાર. ઘણીવાર કોઇ વ્‍યક્‍તિનિ અંદર ટેલેન્‍ટ છુપાયેલી હોય છે પણ જો કોઇ પ્રેરણા આપે કે તે ટેલેન્‍ટને બહાર લાવે તો તે નીખરી ઉઠે છે. આવાજ એક ગૃહિણી છે રાખીબેન ગોપાલભાઇ ઉનડકટ કે જેમણે રાજકોટમાં રહીને છેલ્‍લા ત્રણ મહિનાથી પોતાની કેક અને બેકરી આઇટમ બનાવવાની કલાને બહાર લાવી જ્‍વલંત સફળતા મેળવી છે. અકિલા કાર્યાલય ખાતે મુલાકાત વખતે તેણીએ વિગતો આપી હતી.

રાખીબેન ઉનડકટએ જણાવ્‍યું હતું કે, આમ તો હું ગૃહિણી છું. મને રસોઇ બનાવવાનો જબરો શોખ છે. મારા બહેન પલ્‍લવીબેન સેજપાલ અમદાવાદમાં રહે છે અને બેકિંગનું કરે છે તેમને પોતાનો બેકિંગ સ્‍ટુડિયો પણ છે. મારી મોટી દિકરી વેદાંશી મને ઘણીવાર કહેતી કે, માસી કેક અને બેકિંગ આઇટમો બનાવે છે તો તમે પણ શીખો અને બનાવો. એટલે મેં અમદાવાદ અને મુંબઇથી વ્‍યવસ્‍થિત કેક અને ચોકલેટ બનાવવાનો પ્રોફેશનલ કોર્સ કર્યો. જોકે અમારો પરિવાર ખુબ સુખી અને સમૃધ્‍ધ એટલે પ્રોફેશન તરીકે આ કામ શરૂ કરવાની મંજુરી મળવી અઘરી હતી તેમ છતાં એ વખતે મેં મારા સાસુ-સસરાની મેરેજ એનીવર્સરીએ ઘરે કેક બનાવી અને પરિવાર-મિત્રોને ખવડાવી ત્‍યારે બધાને ખુબજ ભાવી. મારા શોખને જોઇ પરિવારે મને આ કાર્ય પ્રોફેશનલ રીતે કરવાની મંજુરી આપી. વેદાંશીએ કહ્યું તમે ઓર્ડર લેવાના પણ શરૂ કરો. રાખીબેન કહે છે, બસ ત્‍યારથી લઇ છેલ્‍લા ત્રણ મહિનાથી હું ઘરેથીજ હોમમેઇડ કેક અને બેકરી આઇટમ બનાવું છું. મારો પોતાનો ‘‘બેક હાઉસ બાય રાખી'' બેકિંગ સ્‍ટુડિયો છે જે ઘરેથીજ ચલાવું છું.

રાખીબેન ઉનડકટ કહે છે, ‘‘બેક હાઉસ બાય રાખી'' બેકિંગ સ્‍ટુડિયો હેઠળ હું વિવિધ પ્રકારની કેક બનાવું છુ. જેમકે, ચોકલેટ કેક, ફ્રુટ કેક, મીની વર્ઝનમાં આવતી બેન્‍ટો કેક બનાવું છું. સાથે વિવિધ પ્રકારની બ્રાઉની જેમકે ચોકલેટ વોલનટ, નટેલા, બિસ્‍કોફ ઉપરાંત ઓથેન્‍ટિક કેક જેમાં રસમલાઇ કેક, ગુલાબજાંબુ કેક, કેસર પિસ્‍તા કેક બનાવું છુ. આવીજ રીતે ફ્રુટ ફલેવરમાં સ્‍ટ્રોબરી, પાઇનેપલ, બટર સ્‍કોચ, બ્‍લ્‍યુબેરી, મેંગો કેક પણ બનાવું છુ. આવી અનેક પ્રકારની કેક-બ્રાઉની વગેરે બનાવતા મને ત્રણ કલાક જેટલો સમય લાગે છે. રાખીબેન કહે છે, કેક બનાવવા તેનું સ્‍પૂંજ મુકી રાખીને પછી નથી બનાવતી પણ અમારા સ્‍લોગન ‘‘ફ્રેશલી બેક્‍ડ'' મુજબ કોઇ ઓર્ડર કરે પછીજ કેક માટે સ્‍પૂંજ બનાવું છુ. કેક બનાવવામાં બેઝીક સ્‍પૂંજ બનાવી રાખો તો બે દિવસ બગડે નહીં પણ હું કેકનો ઓર્ડર આવે પછીજ સ્‍પૂંજ બનાવું છુ જેથી કેક બનાવતા ત્રણ કલાકનો સમય જોઇએ. જો સ્‍પૂંજ બનાવીને તૈયાર રાખું તો એક કલાકમાં બની જાય પણ હું માત્ર ફ્રેશ જ બનાવવામાં માનું છુ.

આજકાલ લોકોમાં બેકરી આઇટમો પ્રત્‍યે પણ જાગૃતિ આવી છે. ઘણા ઇચ્‍છે છે કે ખાંડવાળી, મેંદાવાળી, ઇંડાવાળી કેક કે બેકરી આઇટમ ન ખાવી તેના માટે રાખીબેન ઉનડકટ ૧૦૦ ટકા હોમમેડ, એગલેસ અને હાઇજીન કેક બનાવે છે. ઘણી માતાઓ તેના બાળકોને વધુ ખાંડ આપતી નથી તેના માટે હેલ્‍ધી કેક તેઓ બનાવે છે જેમાં ઘઉંનો લોટ પણ આવતો નથી. આવી કેક રાગી, જુવાર, ગોળ વગેરેનો ઉપયોગ કરી બનાવે છે. જેમાં મેંદો, ઘઉં કે ખાંડ આવતા નથી જેને મીલેટ કેક એટલેકે સુગરલેસ કેક કહેવાય છે. હેલ્‍ધીકેકની જેમ હેલ્‍ધી બ્રાઉની (મિલેટ બ્રાઉની) પણ તેઓ બનાવે છે જેમાં મેંદો કે ખાંડનો ઉપયોગ કરતા નથી જે રાગી અને ગોળની બને છે. મીઠાશ માટે ખજુરનો ઉપયોગ કરે છે.

રાખીબેનના પતિ ગોપાલભાઇ ઉનડકટને આદેશ ટ્રાવેલ (આદેશ કેબ) નામની ટ્રાવેલ એજન્‍સી છે. રાખીબેન કહે છે, મેં જાન્‍યુઆરીમાં એક સેમિનાર એટેન્‍ડ કરેલો જેમાં વક્‍તાએ કહેલું કે, તમે જે કરવા ઇચ્‍છો છો તેની કલ્‍પના કરો, વિચારો અને તેના સપના જોવો અને તેનો ગોલ સેટ કરો. એ પછી મેં મારા મનમાં ત્રણ સપના જોયા હતા જેમાં એક મારે હિટ એન્‍ડ ફિટ રહેવું. જેના પર કામ કરી કસરત અને ડાયટથી તે મેળવ્‍યું. બીજું સપનું હતુ કે દિકરી કહે છે એટલે કેક બનાવવાનું શીખી મારો બેકિંગ સ્‍ટુડિયો ખોલવો. મે મહિનામાં મેં કેક બનાવવાનું શીખવાનું શરૂ કર્યું અને જુન મહિનામાં બેકિંગ સ્‍ટુડિયો શરૂ પણ કર્યો.. રાખીબેન કહે છે, હું માનું છુ કે જે લોકો કંઇ સપના જુએ છે, તેના વિશે વિચારે છે, તો તમે તેના માટે પોઝીટીવ રહો અને તેના વિશે કૃતજ્ઞતા રાખીને દરરોજ આભારી રહો.

રાખીબેને અત્‍યાર સુધીમાં ૨૦૦ થી પણ વધુ વિવિધ પ્રકારની કેક અને બ્રાઉની બનાવ્‍યા છે. દરરોજના તેઓને ઓર્ડર મળે છે. શરૂમાં લોકોને રાખીબેનના કેક વિશે ખ્‍યાલ નહોતો એટલે તેઓ શરૂમાં ફેમેલી અને મિત્રોને દરરોજ બે-ત્રણ બેન્‍ટો કેક અને બ્રાઉની બનાવી ચાખવા મોકલતા જે લોકોને દાઢે વળગ્‍યા. એજ રીતે આદેશ કેબને બે વર્ષ પૂર્ણ થયા ત્‍યારે રાખીબેને ૪૮૦ બ્રાઉનીના ૨૫૦ ગ્રામના બોક્‍સ બનાવી લોકોને આપતા ખુબ વખાણ થયા હતા. છેલ્‍લા ત્રણ મહિનાથી એક પણ દિવસનો બ્રેક લીધા વિના તેઓએ કેક-બ્રાઉની-ચોકલેટ બનાવ્‍યા છે અને હજી પણ બનાવે છે.

મૂળ વાંકાનેરના અને પરણીને રાજકોટ સ્‍થાયી થયેલા રાખીબેન પતિ ગોપાલભાઇ, બે દિકરીઓ વેદાંશી અને અવિરા તેમજ સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને બાળકો સહિત ૧૦ લોકોના સંયુક્‍ત પરિવારમાં રહે છે. રાખીબેન તેમના પરિવારના માર્ગદર્શન અને સપોર્ટથી આગળ આવ્‍યા છે. ઘર સંભાળવાની સાથે તેઓ પોતાના ‘‘બેક હાઉસ બાય રાખી'' ને પણ એટલોજ સમય આપે છે. તેઓ કેક ડિલીવરી નથી કરતા પણ લોકો ઓર્ડર આપી તેમના ઘરેથી લઇ જાય છે. ઉલ્‍લેખનીય છે કે, રાખીબેન બેકરી સ્‍ટાઇલથી નહીં પણ ઘરેજ ફ્રેશ વસ્‍તુ લાવી ક્‍વોલિટી કેક બનાવે છે. ઘણા તેલમાં બનાવતા હોય જ્‍યારે તેઓ બટરમાં બનાવે છે.

લોકો રાખીબેનને બેકરી ઓપન કરવાની સલાહ આપે છે પણ રાખીબેન ઉનડકટ કહે છે, ભવિષ્‍યમાં મારે જેટલું મોટા લેવલે કાર્ય કરી શકાય એટલું કરવું છે. કારણ અમારા કામમાં પરફેક્‍શન પ્રોપર જોઇએ. એટલે મારે હજુ પણ આ ક્ષેત્રે ખુબ આગળ વધવાની ઇચ્‍છા છે.  

ટ્રફલ અને ચોકલેટ વોલનટ બ્રાઉની મારી સિગ્નેચર કેક છેઃ રાખીબેન

હોમમેડ કેક બનાવી નાના મોટા સહુ કોઇની સ્‍વાદગ્રંથીઓને વિવિધ પ્રકારની કેક, ચોકલેટ અને બ્રાઉનીનો ચસકો લગાડનાર રાખીબેન ઉનડકટ છેલ્‍લા ત્રણ મહિનાથી પોતાના ઘરેથીજ ‘‘બેક હાઉસ બાય રાખી'' બેકિંગ સ્‍ટુડિયો ચલાવે છે. તેઓએ અત્‍યાર સુધીમાં અનેક કેક, બ્રાઉનીના ઓર્ડર મળ્‍યા છે અને દરરોજ મળતા રહે છે. કારણ તેઓ દરેક વસ્‍તુ ઓર્ડર મળ્‍યા પછીજ બનાવે છે જેથી કસ્‍ટમરને ફ્રેશ મળે. એમની સ્‍પેશલ વેરાયટી કહી શકાય જેની ડિમાન્‍ડ લોકોમાં ખુબ છે તે છે ટ્રફલ અને ચોકલેટ વોલનટ બ્રાઉની કેક જે તેમની સિગ્નેચર કેક કહી શકાય. ઉપરાંત ‘‘જાર કેક'' ગ્‍લાસ જાર સહિતના ઓર્ડર પણ તેઓને પુષ્‍કળ મળે છે. એટલુંજ નહીં તેઓ હોમમેડ ચોકલેટ બનાવવાના પણ એક્‍સપર્ટ છે.  

-: સંપર્ક :-

રાખીબેન ઉનડકટ

૯૩૭૬૬૨૭૦૨૭

ઇન્‍સ્‍ટાગ્રામ પેજઃ

bakehousebyrakhi

(3:07 PM IST)