તા. ૧૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર
News of Monday, 13th October 2025
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીર યુવક ઉપર પોલીસની હિંસા અંગે જવાબદારો સામે કડક પગલા ભરો
શહેર માઇનોરીટી સંસ્થા દ્વારા મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન..

રાજકોટ, તા.૧૩: શહેર માઇનોરીટીના ચેરમેન અલ્તાફ ભગાડ,અખ્તર બ્લોચ તથા અન્યોએ કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીર યુવક પર થયેલી પોલીસ હિંસા અંગે- દોષિત પોલીસ અધિકારીઓને ફરજમાંથી ડિસ્મિસ કરીને તાત્કાલિક જેલ હવાલે કરવાની તથા ભારતીય ન્યાય સંહિતા (BNS) મુજબ ગુનાહિત કાર્યવાહી હાથ ધરવાની વિનંતી. આ આવેદનપત્ર મારફતે આપના ધ્યાનમાં લાવવા ૪/ માંગીએ છીએ. તા.૩૧ ઓગસ્ટ૨૦૨૫ના રોજ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક સગીર વયના યુવક સાથે પોલીસ કર્મચારીઓએ અમાનવીય, ક્રૂર અને કાયદાના વિરુદ્ધ વર્તન કર્યું હોવાનું જાહેર રીતે સામે આવ્યું છે. પોલીસ સ્ટાફ દ્વારા યુવકને કસ્ટડીમાં રાખી તેની સાથે મારપીટ, વાળ ખેંચવા, માનસિક ત્રાસ તથા અપમાનજનક વર્તન કરવામાં આવ્યું. વધુમાં આ ઘટના કોઈ ઉચ્ચ અધિકારીના આદેશ હેઠળ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પ્રકારનું વર્તન માત્ર એક વ્યક્તિ વિરુદ્ધનો ગુનો નથીラ તે રાજ્યની નૈતિકતા, માનવ અધિકાર અને ન્યાયની પ્રતિષ્ઠા પર સીધો હુમલો છે. કાયદાકીય દૃષ્ટિએ અનેક કલમો હેઠળ ગુનો બને છે.
પોલીસ કસ્ટડીમાં કોઈપણ પ્રકારની હિંસા ‘‘માનવ અધિકારનું ગંભીર ઉલ્લંઘન'' ગણાય છે, અને રાજ્ય માનવ અધિકાર આયોગ પાસે આ માટે સ્વતઃ નોંધણી થવી જોઈએ.
૧. આ ઘટનામાં સંકળાયેલા તમામ જવાબદાર પોલીસ કર્મચારીઓને ફરજમાંથી તરત જ ‘‘ડિસ્મિસ'' કરવામાં આવે, અને તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની સરકારી સુરક્ષા કે રાજકીય આશ્રય ન આપવામાં આવે. ૨. દોષિત અધિકારીઓને તાત્કાલિક જેલ હવાલે (Judicial Custody) કરવામાં આવે, જેથી તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે અને પુરાવાઓ સાથે કોઈ છેડછાડ ન થાય. ૩. પીડિત યુવક તથા તેના પરિવારને તાત્કાલિક કાનૂની, માનસિક અને આર્થિક સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે.
(3:10 PM IST)










