News of Monday, 13th October 2025
‘‘અકિલા’’ કેવી રીતે છપાય? સમાચારો કયાંથી મળે? નોર્થ સ્ટાર સ્કૂલના વિદ્યાર્થીઓઍ મેળવી માહિતી

રાજકોટઃ અગ્રગણ્ય સાંધ્ય દૈનિક ‘‘અકિલા''ની પ્રિન્ટ એડીશન, ઇન્ટરનેટ વિભાગ, તંત્રી વિભાગની નોર્થ સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના ધો.૪ અને ૫ના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લઇ વિવિધ માહિતી મેળવી પોતાની જ્ઞાનપિપાશા સંતોષી હતી. આ તકે વિદ્યાર્થીઓએ ‘‘અકિલા''ના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ‘‘અકિલા''ના વિવિધ વિભાગોમાં કઇ રીતે કામગીરી થાય છે, પ્રિન્ટીંગ, કાગળ તથા વિતરણ અંગે માહિગાર થયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ‘‘અકિલા''ની કામગીરી અંગે પ્રશ્નો પૂછીને પણ અખબાર જગતની દુનિયાથી અવગત બન્યા હતા. વિદ્યાર્થીઓને ‘‘અકિલા''ના પત્રકારો મિતેષ આહિર, સુનીલ મકવાણા તથા ધ્રુમીલ પારેખે વિવિધ કામગીરીથી વાકેફ કરાવ્યા હતા. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:16 PM IST)










