<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

વોર્ડ નં.૦૧માં જુદા જુદા વિકાસ કામોનો પ્રારંભ

રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં.૧માં (૧)રૂ.૪૨.૧૦ લાખના ખર્ચે મણિનગર, કૈલાશધારા સોસાયટી તેમજ લાગુ રસ્‍તાઓને ડામર કાર્પેટ કરવાનું કામ, (૨)રૂ.૧૫ લાખના ખર્ચે શાંતિનગર વિસ્‍તારમાં આવેલ કૈલાશ પાર્ક સોસાયટીમાં મેટલિંગ કરવનું કામ તથા (૩)રૂ.૫ લાખના ખર્ચે  રૈયા રોડ પર આવેલ દર્શન ભૂમિ એપાર્ટમેન્‍ટને લાગુ રસ્‍તાઓને મેટલિંગ કરવાના કામનું ખાતમૂર્ત વિધાનસભા ૬૯ના ધારાસભ્‍ય ડૉ.દર્શિતાબેન શાહ, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા તથા વોર્ડના કોર્પોરેટરે  હસ્‍તે કરવામાં આવેલ. આ પ્રસંગે ખાતમહૂર્ત કાર્યક્રમમાં વિધાનસભા ૬૯ના ધારાસભ્‍યશ્રી ડૉ.દર્શિતાબેન શાહ અને ડેપ્‍યુટી મેયર તથા વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, હિરેનભાઇ ખીમાણીયા, અલ્‍પેશ મોરજરીયા, વોર્ડ પ્રભારી કાથડભાઇ, વોર્ડ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, બક્ષીપંચ પ્રમુખ લલીતભાઇ વડોલીયા, મહામંત્રી નાગજીભાઇ વરૂ, રાણાભાઇ વાડોલીયા, કાનાભાઇ ખાડાધર, મોહિત શિપાર, સવિરાજસિંહ જાડેજા, સેજલબેન ચૌધરી, રામદેભાઇ આહિર, ભરતભાઇ મુલીયાણા, પરેશ સખીયા, ગૌરવ મહેતા, જયુ સાંગડીયા, ભરતસિંહ ચુડાસમાં, જયદિપસિંહ જાડેજા, નરેન્‍દ્ર સરવૈયા, અમીન ચૌધરી, જીતુભાઇ રાવલ, વિજયભાઇ રાઠોડ, રાજુભાઇ, હિતેશભાઇ રાવલ, વિજયભાઇ રાઠોડ, મયુરીબા પરમાર, પાયલ સચાણીયા, જલ્‍પા હતાણી, રીતુબેન તથા બહોળી સંખ્‍યામા વિસ્‍તારવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. 

(3:20 PM IST)