News of Monday, 13th October 2025
સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીનો સિંદૂરોત્સવ યુવક મહોત્સવનો રંગારંગ પ્રારંભ
કલા- સાહિત્ય- સાંસ્કૃતિક વિભાગની ૩૩ સ્પર્ધામાં ૧૮૫૪ સ્પર્ધકો કોૈશલ્ય ઝળકાવવા થનગનાટઃ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા ઉદઘાટન

રાજકોટ તા.૧૩: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૩ મા યુવક મહોત્સવ ‘‘સિંદૂરોત્સવ'' નું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે દીપ પ્રાગટય કરી, લોકસભાના સાંસદ પરષોતમભાઈ રુપાલા તથા કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં રંગારંગ ઉદઘાટન કરવામાં આવેલ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં યુવક મહોત્સવમાં ભાગ લેવા અનેરો ઉત્સાહ અને થનગનાટ દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૩ મા યુવક મહોત્સવમાં સાંસદ પરષોતમભાઈ રૂપાલાએ ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, યુવક મહોત્સવનું આયોજન એ યુવાનોમાં રહેલી શકિતઓને બહાર લાવવાનું પ્લેટફોર્મ છે. સૌરાષ્ટ્રના લોકનળત્ય, બોલીઓ, સાહિત્યકારો, બાંધણી, રીવાજો, પધ્ધતિઓ જાણીતી છે. આપણી ભાતીગળ પરંપરા અને સંસ્કળતિને જાળવવાનું કામ આજના યુવાનો આવા યુવક મહોત્સવમાં ભાગ લઈ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવું છું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૩ મા યુવક મહોત્સવમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ ૫૩ મો યુવક મહોત્સવ છે. યુવક મહોત્સવ એ યુવાનોમાં રહેલી કલાને ઓળખવાનો મંચ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુવાનોને યુવક મહોત્સવ થકી પ્લેટફોર્મ પુરું પાડ્યું છે જે સરાહનીય છે. આજના યુવાનોમાં અપાર શક્તિઓ રહેલી છે. આપણી સંસ્કળતિ અને પરંપરાનું જતન કરવા માટે યુવક મહોત્સવ જેવા આયોજનો થવા ખુબ જરુરી છે. આજની યુવા પેઢી શિક્ષણ અને સંશોધનની સાથે સાથે આપણી સંસ્કળતિ, આપણું સાહિત્ય, આપણું ગૌરવને જાણે અને વધારે એ જરુરી છે.
૫૩ મા યુવક મહોત્સવના ઉદઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ જણાવ્યું હતું કે, યુવક મહોત્સવ એ યુવાનોની શકિતઓને ખીલવવાનો અવસર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં યુવક મહોત્સવમાં ભાગ લેવા અનેરો ઉત્સાહ અને થનગનાટ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હરહંમેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં પર્વત, દરીયો, સમળદ્ર જીવસળષ્ટિ, ખેતી અને જાણીતા ધાર્મિક યાત્રાધામો આવેલા છે. આ યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવના સંદર્ભમાં વિદ્યાર્થીઓ માટે આનુસંગિક સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં ૧૮૫૪ જેટલાં વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કલા રજૂ કરવાના છે.
યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહમાં ઉપલેટા કોલેજ તથા ખામટાની મહિલા કોલેજ દ્વારા પ્રાચિન રાસ રજૂ કરવામાં આવેલ હતું. આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કળતિક વિભાગમાં કુલ ૩૩ સ્પર્ધાઓ યોજાશે. જેમાં સંલગ્ન ૮૮ કોલેજોના ૧૮૫૪ સ્પર્ધકો પોતાની કલા રજૂ કરશે અને કુલ ૯૯ જેટલાં તજજ્ઞો નિર્ણાયકો તરીકે સેવા આપશે. કાર્યક્રમના પ્રારંભે જાણીતા અષાઢી ગાયક ઉમેદભાઈ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં લોકગીત તથા લોકસંગીત રજૂ કર્યું હતું. યુવક મહોત્સવમાં વકતૃત્વ સ્પર્ધાનો વિષય ‘‘ભારતનું આત્મનિર્ભરતા તરફનું પ્રયાણ'' તથા ડિબેટ સ્પર્ધાનો વિષય ‘‘ઓપરેશન સિંદુરમાં મેઈડ ઈન ઈન્ડિયા શસ્ત્રોની તાકાત જોઈએ દુનિયાને આત્મનિર્ભર ભારતનો પરિચય'' રાખવામાં આવેલ છે.
કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ડો. ભરતભાઈ ખેરે કર્યું હતું, સ્ટેજ વ્યવસ્થા પ્રોફે. ડો. જે.એમ. ચંદ્રવાડીયાએ સંભાળી, આભારવિધિ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબાએ કરેલ હતી.૫૩ મા યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહ પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, એક્ઝીકયુટીવ કાઉન્સીલના સભ્યશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદઘાટન કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબા, કે.કે. બાવડા, ઉમેશભાઈ માઢક, મૌનિકભાઈ ગઢવી તથા તમામ સમિતીઓના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.(૨.૨૧)
(3:31 PM IST)










