<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

કન્‍ઝર્વન્‍સી વિભાગના ૩૭૫ ડ્રાઇવરોની વિજળીક હડતાલઃ માંગો સ્‍વીકારાઇ

દિવાળી સમયે પગાર, કોન્‍ટ્રાકટ પૂર્ણ થયા બાદ પણ કામ અંગે કંપની સામે બાયો ચડાવી : અડધો કલાક સુધી મડાગાંઠ ચાલીઃ અધિકારીઓ દ્વારા પ્રશ્નો ઉકેલવા ખાત્રી

રાજકોટ, તા. ૧૩: મહાનગરપાલિકાનાં કન્‍ઝર્વન્‍સી વિભાગમાં કોન્‍ટ્રાક્‍ટ પર કામ કરતાં આશરે ૩૭૫ જેટલા ડ્રાઇવરો પગાર ન મળવાનાં કારણે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા તથા છેલ્લા દોઢ માસથી પગાર ન ચૂકવા સહીતના મુદે સવારે એક થી બે કલાક કર્મચારીઓ કામગીરીથી અળગા રહયા હતા. આ મુદે સબંધિત વિભાગના અધિકારીઓ મીટીંગ થતા તુરંત ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને પગાર સહિતના પ્રશ્નો ઉકેલવા ખાત્રી આપી હતી.

(3:37 PM IST)