તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 13th October 2025
રાજકોટના ઉદ્યોગોએ શહેરને મોટી નામના અપાવીઃ પરસોતમભાઇ રૂપાલા
મનપા દ્વારા વિકાસ સપ્તાહનો શુભારંભ : શહેરી વિકાસ વર્ષ- ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ વિઝન ડોકયુમેન્ટનું સાંસદના હસ્તે અનાવરણ

રાજકોટ તા.૧૩: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં તા.૦૭ ઓકટોબરથી તા.૧૫ ઓકટોબર દરમ્યાન ‘વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘વિકાસ સપ્તાહ-૨૦૨૫'ની ઉજવણીના ભાગરૂપે ‘વિકાસ સપ્તાહ-૨૦૨૫' ઉજવણીનો શુભારંભ કાર્યક્રમ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૭.૪૧ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ અવસરે કાર્યક્રમના ઉદઘાટક સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, ખુબ ઝડપથી વિકસી રહેલ રાજકોટ શહેર આર્થિક અને સામાજિક વિકાસમાં મોખરાના શહેરોમાં સ્થાન ધરાવે છે. રાજકોટના ઉદ્યોગોએ શહેરને મોટી નામના આપવી છે. ભારતમાં સૌથી વધુ ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો પણ રાજકોટમાં છે. ભારત ઓટોમોબાઇલનું હબ બની રહ્યું છે તેમાં પણ રાજકોટનો ફાળો છે. કોઇપણ કારના મેન્યુફેક્ચરિંગમાં રાજકોટમાં બનેલા સ્પેર-પાર્ટસ હોય જ છે, એ આપણા માટે ગૌરવની વાત છે. વિકાસની આ તો હજુ શરૂઆત છે, આ સીલસીલો અવિરત આગળ ધપતો રહેશે.
આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ ત્યારબાદ શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ. પુષ્પ અને ખાદીના રૂપાલ વડે સ્વાગત વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર દ્વારા કરવામાં આવેલ. આ અવસરે નટવરી નળત્યમાળા સંસ્થા દ્વારા સાંસ્કળતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ. સાંસદ પરસોતમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોના હસ્તે ‘‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ - રાજકોટ વિઝન ડોકયુમેન્ટ''નું વિમોચન કરવામાં આવ્યું તેમજ સાંસદના હસ્તે રીમોટ બટન દબાવી વિવિધ ૧૩ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ. સાથોસાથ આ પ્રસંગે લાભાર્થીઓને હેલ્થ કાર્ડનું વિતરણ અને પી.એમ.સ્વનિધિના લાભાર્થીઓને લોન સહાયની રકમના ચેક વિતરણ કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત સૌએ વિકસિત ભારત પ્રતિજ્ઞા શપથ લીધા હતા. જયારે કાર્યક્રમના અંતે આભાર વિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ કરી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો અને કોર્પોરેટરો, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ અને સમીર ધડુક તેમજ અધિકારી-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ.
(3:39 PM IST)










