News of Monday, 13th October 2025
જગદીશભાઇ વિશ્વકર્માને સત્કારવા વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક

રાજકોટઃ ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે વરણી થતાં આગામી રાજકોટ શહેરના પ્રવાસે તા. ૧૫ બુધવારે આવી રહયા હોય રાજકોટ શહેરના એન.જી.ઓ., વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, સમાજ આગેવાનો દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને અભિવાદન થાય તે માટે બેઠક યોજવામાં આવી હતી, આ તકે પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, પૂર્વ મેયર પ્રદિપભાઈ ડવ, પ્રદેશ કારોબારી સભ્ય જીતુભાઈ મહેતા તેમજ આપાગીગા ઓટલાના નરેન્દ્રબાપુ સોલંકી, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન લાભભાઈ ખીમાણીયા, સહિત એનજીઓ, સંસ્થાઓના હોદ્દેદારો, રાજકોટ શહેર ભાજપના શહેર હોદ્દેદારો, મોરચાના પ્રમુખ, મહામંત્રી, વિવિધ સેલના સંયોજક, સહસંયોજક, વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી તેમજ શહેરના વિવિધ સંસ્થા સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ઉપસ્થિત સર્વે એનજીઓ, સંસ્થા, સમાજના આગેવનોએ એક સૂરે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા તથા સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને તેની વિચારધારા સાથે પેઢી દર પેઢીથી જોડાયેલો છે અને હંમેશા જોડાયેલો રહેશે. શ્રી જગદીશભાઇ વિશ્વકર્માનું સ્વાગત અને અભિવાદન સમગ્ર ગુજરાતમાં કયારેય ન થયું હોય તેવું ન ભુતો ન ભવિષ્યય તે ભવ્ય અને જાજરમાન રીતે કરવામાં આવશે આ કાર્યક્રમ માટે સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારવાઈઝ વિવિધ આગેવાનોની કમીટી બનાવી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ બેઠકનું સંકલન પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કિરીટભાઈ પાઠક, પુજાબેન પટેલ, શૈલેષભાઈ જાની, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડએ કરેલ હતું.
(4:34 PM IST)










