જેતપુરમાં પૂ.ઘનશ્યામજી મહારાજનો શતાબ્દી મહોત્સવ
તા.૨૫ થી ૩૧ ઓકટોબર ધાર્મિક, સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા સર્જાશેઃ સંકલ્પસિધ્ધ મહાપૂજાનું ૧૧૦મું વર્ષ યાત્રિકભવનનું ઉદ્ઘાટન, ફરેણી ખાતે મહામંત્રધામમાં નવા મંદિરનું ખાતમૂહુર્ત, ૧૧ હજાર દીવડાઓનો અદભૂત નજારોઃ પૂ.વિવેકસાગર સ્વામી નિષ્કુળાનંદ સ્વામી રચિત ભકતચિંતામણી કથાના વકતા નિલકંઠચરણદાસજી સ્વામી (જેતપુર) અને નિત્યસ્વરૂપદાસજી સ્વામી (સરધાર) રહેશે

રાજકોટઃ ગાદીસ્થાન જેતપુર સ્થિત શ્રી સ્વામિનારાયણમ મંદિરે આગામી તા.૨૫ થી ૩૧ ઓકટોબર દરમ્યાન ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાએલ છે. જેમાં યાત્રિક ભવનનું ઉદ્ઘાટન, મહામંત્રધામમાં નવનિર્મિત મંદિરનું ખાતમુર્હુત તેમજ નિજમંદિરમાં ૧૧ હજાર દિવડાઓનો અદ્ભૂત શણગાર કરવામાં આવશે.
પૂ. વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અનંત આત્માઓના આત્યંતિક કલ્યાણ કરવા આ ધરા પર પધાર્યાને જેતપુરમાં ઉન્નડબાપુ અને ભાણા કાપડીયાની પવિત્ર જગ્યામાં ગુરૂદેવ રામાનંદ સ્વામી થકી ગાદીપદારૂઢ થઈ ધર્મધુરા ધારણ કરી અને આશ્રિતોના દુઃખને હરતા બે દિવ્ય વરદાન ગુરૂદેવ પાસે માંગી લીધા. જેનો ઉલ્લેખ સંત્સગિજીવન, ભક્તચિતામણિ, શ્રી હરિલીલામૃત જેવા અનેક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. વળી ગ.પ્ર. ૭૦મા વચનામૃતમાં સ્વયં શ્રી હરિ કહે છેઃ ‘‘તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ પણ તમારા સત્સંગીને તે થાઓ નહિ, અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે, પણ તમારા સત્સંગી અન્નવષા કરીને દુઃખી ન થાય. એ બે વર મને આપો. તેથી જ આ સ્થાન ગાદીસ્થાન-વરદાનભૂમિ નામે તીર્થત્વને પામ્યું છે. આવા મહિમાવંત તીર્થધામને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ, સત્સંગની મા મુક્તાનંદ સ્વામી, મૂ.અ.મૂ. ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ સંતોના હ્રદયમાં ગગનચુંબી મંદિર નિર્માણ થાય એવી દિવ્ય ઉત્કંઠા હતી. આ ઉત્કંઠાને સાકાર કરવા સદ્. શ્રી બાલમુકુંદદાસજી સ્વામીએ અથાક મહેનત કરીને તીર્થભૂમિને હાંસલ કરી એક શિખરનું સુંદર નયન રમ્ય મંદિર બનાવ્યું. સમય જતાં મંદિરના આદિ મહંત સદ્. શ્રી કેશવચરણદાસજી સ્વામીએ ગાટીસ્થાનમાં સત્યસંકલ્પ મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજને પધરાવ્યાં તેના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે તથા બાલમુકુંદદાસજી સ્વામી પ્રવર્તિત સંકલ્પસિદ્ધ મહાપૂજાના ૧૧૦ વર્ષ ગયા છે તથા શ્રી સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બિરાજમાન થયા તેના ૨૨૪ વર્ષ પૂર્ણ થાય છે. આ ત્રિવેણી સુયોગ પ્રસંગે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી, સદ્. શ્રી ષ્ણદાસજી સ્વામી, સદ્. શ્રી નારાયણવલ્લભદાસજી સ્વામી, સદ્. શ્રી હરિજીવનદાસજી સ્વામી, સદ્. શ્રી શ્રીહરિદાસજી સ્વામીની દિવ્ય અનુકંપાથી તથા વડતાલ પીઠાધિપતિ .પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના પ. શુભાશીષ તથા મંદિરના મહંતશ્રી અમારા ગુરૂવર્ય સદ્. શ્રી નીલકંઠચરણદાસજી સ્વામીની પ્રેરણાયી શ્રી ઘનશ્યામ મહારાજનો શતાબ્દિ મહોત્સવ તા. ૨૫ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૫, કારતક સુદ ૪ થી કારતક સુદ ૯ સુધી ભક્તિમય અલૌકિક વાતાવરણમાં આનંદોલ્લાસ સાથે ઉજવવામાં આવશે.
આ મહોત્સવ અંતર્ગત સદ્. શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત ‘ભક્તચિતામણિ' ગ્રંથની કથાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તાપદે ગુરૂવર્ય ૫.પૂ.સદ્. શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી તથા પ.પૂ.સદગુરૂ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી(સરધાર) વ્યાસારૂઢ થઈ ભક્તિમય ભાવવાહી શૈલીમાં સંગીતની સુરાવલી સહ કથાનું રસપાન કરાવશે. વળી મહોત્સવની દિવ્યતાને વધારતા એવા અવનવા અદભૂત આયોજનો જેવા કે ૧૧,૦૦૦ દીપોથી દીપોત્સવ, શ્રી ઘનશ્યામ મહારાજનો દૈનિક દિવ્ય રાજોપચાર, દૈનિક ભવ્ય અન્નકોટ, સંગીતમય વેદોક્તગાન સહ મહાપૂજા, વૈદિક મંત્રોચ્ચાર સહ શ્રીહરિયાગ, સંગીતમય અખંડ ધુન, વિવિધ ઔષધિયુક્ત અભિષેક, સંહિતાપાઠ, સાંસ્કૃતિક યુવામંચ, મહિલા મંચ, સર્વરોગ નિદાન કેમ્પ, શ્રી ઘનશ્યામ યાત્રિક ભુવન ઉદ્ધાટન, શ્રી મહામંત્રધામ ફરેણી ખાતે ખાતમુહૂર્ત વગેરે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
આ મહોત્સવમાં પ.પૂ. આચાર્ય મહારાજશ્રી, લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાશ્રી, ધામધામથી સંતો-મહંતો, સાંખ્યયોગી માતાઓ આર્શીવચનોનો લાભ આપશે.
ગાદીસ્થાનનો ઇતિહાસઃ સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં અનેક પવિત્ર સ્થાનોનું મહત્ત્વ છે, પરંતુ જેતપુરનું ગાદીસ્થાન એ એક એવું અનન્ય તી તીર્થ છે જ્યાંથી ધર્મ, ભક્તિ અને સત્યની ધુરા ઉઠી સમગ્ર વિશ્વમાં પ્રસરી. તે સમયના જેતપુરના ઉન્નડબાપુ અને ભાણા કાપડીયા જેવા મહાન સત્સંગી આશ્રિતોની પવિત્ર જગ્યાએ ગુરૂદેવ રામાનંદ સ્વામી પાસેથી શ્રી સ્વામિનારાયણ ભગવાને ગાદીપદારૂઢ થઈ ધર્મધુરા ધારણ કરી હતી.
આ બન્ને વરદાનોથી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તો પ્રત્યેની અસીમ કરૂણા અને દયા વ્યક્ત કરી આ કારણસર આ સ્થાનને ગાદીસ્થાન-વરદાનભૂમિ તરીકે અખંડ તીર્થત્વ પ્રાપ્ત થયું છે. જ્યાં મહાપૂજાના માધ્યમથી ભક્તોની પીડા દૂર થતી રહી છે અને ભક્તિભાવથી કરેલ પ્રાર્થનાઓ તત્ક્ષણે ફળે છે.
આ પવિત્ર સ્થળે સદ્. બાલમુકુંદદાસજી સ્વામીએ અવિરત તપヘર્યા અને પરમ શ્રદ્ધાથી નયન રખ્ય શીખરબદ્ધ મંદિરનું નિર્માણ કર્યું.
સદ્. કેશવચરણદાસજી સ્વામીએ ગાદીસ્થાનમાં સત્યસંકલ્પ મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજને પધરાવ્યા. આ ઘનશ્યામ મહારાજને પધરાવ્યાને ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે તથા બાલમુકુંદદાસજી પ્રવર્તિત સંકલ્પસિદ્ધ મહાપૂજાના ૧૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ મહોત્સવનું તા. ૨૫ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ કાર્તિક સુદ ૪ થી ૯ સુધી આયોજન જેતપુર શહેરને આંગણે સરદાર ચોક, નકલંક રોડ પર કરવામાં આવ્યું છે.
આ ભવ્ય શતાબ્દિ મહોત્સવ વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના શુભાશીષથી તથા મંદિરના સદ્. શ્રી નીલકંઠચરણદાસજી સ્વામીની પ્રેરણાથી ઉજવવામાં આવશે.
મુખ્ય ધાર્મિક કાર્યક્રમઃ સદ. શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તચિતામણિ કથા, વક્તાઃ ૫.પૂ.સદ્. શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી (જેતપુર) તથા પ.પૂ.સદ્. શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી (સરધાર) સગીતમય અને ભાવવાહી શૈલીમાં કથા થશે, દૈનિક રાજોપચાર અને અન્નકુટ, વૈદિક મંત્રોચ્ચાર સહ શ્રી હરિયાગ અને મહાપૂજા, અખંડ ધૂન અને ઔષધિઓયુક્ત અભિષેક, સંહિતાપાઠ જેવા અવનવા કાર્યક્રમો થશે.
તસ્વીરમાં કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી, સાથે ચેતનભાઇ રામાણી, મુકેશભાઇ મકવાણા, લક્ષ્મીકાંત મહેતા વિ. નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










