<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીનો કાલે સન્‍માન અભિવાદન કાર્યક્રમ

ભાજપ લીલગ સેલના સભ્‍યો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષ શાહ અને સહ સંયોજક કમલેશ ડોડીયા

રાજકોટ, તા. ૧૪: આવતીકાલ તારીખ ૧૫-૧૦-૨૦૨૫ ના રોજ રેસકોર્સ ખાતે આવેલ કવિ શ્રી રમેશ પારેખ રંગ ભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનીયુક્‍ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી નો સન્‍માન તથા અભિવાદનનો કાર્યક્રમ રાજકોટ મહાનગર તથા જિલ્લા દ્વારા રાખવામાં આવેલ છે તે અનુસંધાને ગઈકાલે મેયર બંગલા ખાતે ભાજપ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બોઘરા તથા શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેની અધ્‍યક્ષતામાં એક મિટિંગ મળેલ હતી જેમાં પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બોઘરા શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાની, મુકેશભાઈ દોશી પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ વિગેરેની હાજરીમાં એક મીટીંગ મળેલ હતી તે મિટિંગમાં લીગલ સેલ વતી શહેર સંયોજક પિયુષભાઈ શાહ તેમજ સહ-સંયોજક કમલેશભાઈ ડોડીયા હાજર રહેલ હતા.

આવતીકાલે કવિ શ્રી રમેશભાઈ પારેખ રંગભવન રેસકોર્સ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ યોજવા થઈ રહેલ છે તેમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના આશરે ૫૦૦ સભ્‍યો હાજર રહેશે જે માટે પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ, રાજકોટ મહાનગર સંયોજક પિયુષભાઈ શાહ, સહ- સંયોજક કમલેશભાઈ ડોડીયા વિધાનસભા ૬૮ ના લીગલ સેલના ઇન્‍ચાર્જ નુંપેનભાઈ ભાવસાર, અશ્વિનભાઈ શેખલીયા ૬૯ વિધાનસભા લીગલ સેલના ઇન્‍ચાર્જ લલીતભાઈ કાલાવડીયા તથા તેમની ટીમ , વિધાનસભા ૭૦ ના લીગલ સેલના ઇન્‍ચાર્જ મુકેશભાઈ પીપળીયા સહ ઇન્‍ચાર્જ પંકજભાઈ દોંગા વિધાનસભા ૭૧ ના ઇન્‍ચાર્જ હરેશભાઈ પરસોંડા, સહ ઇન્‍ચાર્જ મનસુખભાઈ પટેલ તેમજ દરેક વોર્ડના સંયોજક સહ-સંયોજક તેમજ કોર કમિટીના મેમ્‍બર્સ સર્વે જયસુખભાઈ બારોટ, રાકેશભાઈ ગૌસ્‍વામી શૈલેષભાઈ વ્‍યાસ ધર્મેશ સખીયા નેહાબેન જોષી વિરેન વ્‍યાસ વિમલ ડાંગર સહિતનાઓ જહેમત ઉઠાવી રહેલ છે. આ કાર્યક્રમમાં ભાજપ લીગલ સેલના તમામ સભ્‍યોએ સફેદ  શર્ટ પહેરીને હાજર રહેવા લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ તેમજ સહ-સંયોજક કમલેશભાઈ ડોડીયા દ્વારા આહવાન કરેલ છે.

(3:58 PM IST)