તા. ૨૯ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૬ શુક્રવાર
News of Tuesday, 14th October 2025
સબમર્સિબલના કારખાનામાંથી રૂા. ૧.૪૦ લાખના કોપર રોડની ચોરી કરનારો કર્મચારી અમોદ પકડાયો
ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ જયદેવસિંહ પરમાર, પ્રતિકસિંહ રાઠોડ, કોન્સ. પ્રશાંતભાઇ ચુડાસમાની બાતમીઃ રેલ્વે સ્ટેશન પરથી દબોચ્યો

રાજકોટ, તા. ૧૪ : શહેરના કાલાવડ રોડ પર આવેલ સબમર્સિબલ બનાવવાના કારખાનામાંથી રૂા. ૧.૪૦ લાખના કોપર રોડની ચોરી કરનાર કારખાનામાં કામ કરતા બીહારના શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે રેલ્વે સ્ટેશન પાસેથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા ફાલ્કમ પંચનામના સબમર્સિબલ પંપ બનાવવાના કારખાનામાં તેમાં કામ કરતા અમોદ ઉર્ફે અમન નામના કર્મચારીએ રૂા. ૧.૪૦ લાખના કોપર રોડની ચોરી કર્યાની તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ બનાવમાં આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન. પરમાર સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્યારે એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ. જયદેવસિંહ પરમાર, પ્રતિકસિંહ રાઠોડ અને કોન્સ. પ્રશાંતભાઇ ચુડાસમાને બાતમી મળતા આરોપી અમોદ ઉર્ફે અમન રામસ્વાર્થસિંઘ રાજપુત (ઉ.વ.૩ર) (રહે. કોઠારીયા માલધારી ફાટક પાસે ગુલાબનગર મુળ બેદોૈલબાજ તહેસીલ, બીહાર) ને રેલ્વે સ્ટેશન પાસેથી પકડી લીધો હતો. આ કામગીરી પીએસઆઇ. એન.એન. પરમાર, એ.એસ.આઇ. અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, હેડ કોન્સ. જયદેવસિંહ પરમાર, ક્રિપાલસિંહ ઝાલા, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ધોધારી, પ્રતિકસિંહ રાઠોડ, કોન્સ. તુલશીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા, પ્રશાંતભાઇ ચુડાસમા, મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. (૯.રર)
(2:39 PM IST)










