<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

હિરાસર એરપોર્ટઃ ઇન્‍ડિગો ર૬ ઓકટોબરથી રાજકોટ-પૂના વચ્‍ચે વધુ એક ફલાઇટ શરૂ કરશેઃ વિન્‍ટર શેડયુલ જાહેર

હવે દરરોજ ૧૩ ફલાઇટ રાજકોટથી મુંબઇ-બેગલોર-દિલ્‍હી-ગોવા-પૂના માટે મળશે

રાજકોટ, તા. ૧૪: ઈન્‍ડિગો એરલાઈન્‍સ દ્વારા રાજકોટથી પુર્ણ વચ્‍ચે નવી ફલાઈટ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી ફલાઈટના ઉમેરા સાથે રાજકોટ આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ પરથી મુસાફરી કરતાં યાત્રિકોને હવે વધુ સારી હવાઈ સુવિધાનો લાભમળશે. નવા વિન્‍ટર શિડ્‍યૂલ મુજબ રાજકોટ અને પુણે વચ્‍ચેની આ નવી ફલાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ ઉપલબ્‍ધ રહેશે. આ ફલાઈટ દર મંગળવાર, ગુરુવાર અને રવિવારના રોજ કાર્યરત થશે. ર૬ મી ઓકટોબરથી આ ફલાઇટ શરૂ થશે.

એર ઇન્‍ડિયા અને ઈન્‍ડિગો દ્વારા દિલ્‍હી  અને મુંબઈ રૂટ પર પણ બે-હવે બે ફલાઈટ શરૂ કરવામાં આવી છે, જેના કારણે યાત્રિકોને આ મહત્ત્વના મહાનગરો માટે ઘણી સારી હવાઈ ફ્રીક્‍વન્‍સી મળી રહી છે. વિન્‍ટર  શિડ્‍યુલમાં રાજકોટથી પુણેની નવી ફાઈટ ઉમેરાવા તેમજ દિલ્‍હી અને મુંબઈ રૂટ પર પણ વધુ ફલાઈટ ઉપલબ્‍ધ થતાં સૌરાષ્‍ટ્રના યાત્રિકોને હવાઈ મુસાફરીમાં સરળતા અને અનુકૂળતા રહેશે.

રાજકોટ આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ પરથી એરલાઈન્‍સ દ્વારા શિયાળાનું શિડયુલ જાહેર કરી દેવાયું છે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના યાત્રિકોને દિલ્‍હી અને મુંબઈ જવા દરરોજ બબ્‍બે ફલાઈટ મળશે.

(3:31 PM IST)