News of Tuesday, 14th October 2025
જગદિશ વિશ્વકર્મા કાલે રાજકોટમાં: રેસકોર્ષમાં સભા
સાંજે ૫:૩૦ વાગે એરપોર્ટ ખાતે આગમન જીલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગતઃ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સ્વાગત-અભિવાદન કાર્યક્રમઃ ગ્રીનલેન્ડ ચોકડીએથી રેસકોર્ષ સુધી બાઇકરેલીઃ રેસકોર્ષ ખાતે જંગી જાહેરસભા

રાજકોટઃ પ્રદેશ ભાજપના નવનિયુકત પ્રમુખ શ્રી જગદિશ વિશ્વકર્મા આવતી કાલે તા.૧૫ના બુધવારે રાજકોટ આવી રહ્યા છે. તેઓના સ્વાગત-અભિવાદન સમારોહ તેમજ જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
વિગતવાર માહિતી જોઇએ તો જગદિશ વિશ્વકર્મા આવતી કાલે તા.૧૫ના બુધવારે સાંજે ૪:૩૦ વાગે અમદાવાદ એરપોર્ટથી પ્રસ્થાન કરશે. ૫:૧૫ કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે આગમન થશે જયાં જીલ્લા ભાજપ દ્વારા બોમ્બે સુપર માર્કેટથી ૨૦૦ કાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આ કાફલો સાંજે ૬ કલાકે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આગમન થશે. જયાં સ્વાગત-અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.ગ્રીનલેન્ડ ચોકડીથી સાંજે ૬:૧૫ વાગે બે હજાર લોકો બાઇક સાથે જોડાશે જે રેસકોર્ષ મેદાન સુધી બાઇકરેલી સ્વરૂપે નિકળશે.
રેસકોર્ષના મેદાનમાં સાંજે ૬:૫૦ કલાકે જગદિશ વિશ્વકર્મા કાર્યકરો સાથે પહોંચશે. જયાં તેઓની વિશાળસભા યોજવામાં આવેલ છે.(૩૮.૩૪)
(3:48 PM IST)










