<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

શુક્રવારે હોરર કોમેડી દ્વિઅંકી નાટક ‘‘ભૂતઘર''

૭ કલાકારો કલાપીરસશે, શિવમ ફાઉન્‍ડેશન દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે આયોજન

રાજકોટઃ જુનાગઢ, ધોરાજી અને દીવ ખાતેની સફળતા બાદ શિવમ ફાઉન્‍ડેશન - રાજકોટ દ્વારા રાજકોટમાં તા.૧૭ના શુક્રવારે રાત્રે ૯:૪૫ વાગ્‍યાથી હેમગઢવી હોલ ખાતે સોશીયલ હોરર કોમેડી દ્વિ-અંકી નાટક ‘‘ભૂતઘર''નું આયોજન કરવામાં આવ્‍યું છે.

વિજ્ઞાનમાં જેટલું તથ્‍ય છે એટલું જ સત્‍ય અગમ નિગમ, ગોચર અગોચર, આત્‍મા પરમાત્‍મા જેવી બાબતોમાં છે. જો આત્‍મા આત્‍મા છે તો પરમાત્‍મા પણ છે જ. શ્રદ્ધા હોવી એ સારી બાબત છે પણ એ જ્‍યારે અંધશ્રદ્ધા બને છે એવી પરિસ્‍થિતિઓમાં એક સુખી સંપન્ન પરિવારના જીવનને કઈ દિશામાં લઈ જાય છે આવા રહસ્‍ય, હાસ્‍ય, એફઓ અને સોશિયલ રિટેલેરી હોરર, સોશિયલ મેસેજ, શ્રધ્‍ધા અને અંધશ્રધ્‍ધા વચ્‍ચે અંત સુધી જકડી રાખતું અને હાર્ટબીટ વધારી દેતું ઓફ બીટ અનોખું સોશીયલ હોરર કોમડી દ્વિઅંકી નાટક એટલે ‘‘ભૂતઘર'' તેમ સંસ્‍થાના હોદેદારોએ જણાવ્‍યું હતું.

આ રહસ્‍યમય હોરર કથા પટકથાને નાટ્‍ય સ્‍વરૂપે ગુંથી હસન મલેક લિખિત અને ગૌતમ દવે દિગ્‍દર્શીત દ્વિ-અંકી નાટક ભૂતઘરમાં હાર્દિક મહેતા, પરી સોની, અમિત વાઘેલા, આરજે દેવયાની જગડ, જયેશ પડિયા, દર્પણ લાઠીગરા, ગૌતમ દવેએ અભિનયના ઓજસ પાથર્યા હતા. સાથે આ નાટકમાં પ્રકાશ રચના અને ચૌહાણ અને પ્રોડકશન મેનેજર આર્ષ વ્‍યાસ, મેકઅપ હિમાંશુ પાડલીયા, સેટ ડિઝાઇન ચેતન ટાંક (ધ્‍યાનમ પ્રોડકશન) ચેતસ ઓઝા, પાર્શ્વ સંગીત સંકલન અને સંચાલન ગુલામહુસેન અગવાન, નેપથ્‍ય શુભમ ભટ્ટ, હર્ષિત  ચૌહાણ, પ્રોડકશન મેનેજર આર્ષ વ્‍યાસ મેકઅપ હિમાશું પાડલીયા ગ્રાફિક્‍સ ડિઝાઇન ગુલશન સ્‍ટુડિયો રાજકોટ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

નાટકની ટિકિટ બુકિંગ માટે બૂક માય શો અથવા મો. ૯૭૩૭૫ ૦૪૮૫૮, ૮૮૬૬૫૦૪૮૫૮ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:50 PM IST)