<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

વીજતંત્રના ૩૦૦ કર્મચારીઓ સાથે વીજ સેવા અને સલામતિ રેલીઃ અનેક પોસ્‍ટર સાથે જાગરૂકતા

રાજકોટઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારત સંકલ્‍પને સાર્થક કરવા અને ગુજરાતમાં થયેલા વિકાસ કામોની યશગાથાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા ‘વિકાસ સપ્તાહ'ની ઉજવણી અન્‍વયે વિવિધ પ્રવળત્તિઓ કરવામાં આવી રહી છે. આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજકોટના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના અંદાજે ૩૦૦ કર્મયોગીઓ ‘વીજ સેવા અને સલામતી' રેલીમાં જોડાયા હતા. જેમાં વીજકર્મીઓ ‘જળ,સૌર, વાયુ કરે જીવન હરિયાળું', ‘કામ કરો ધ્‍યાનથી સલામતી રહેશે શાનથી', ‘વિન્‍ડ, વોટર એન્‍ડ સન એનર્જી ફોર લોંગ રન', ‘પુનઃપ્રાપ્‍ય ઉર્જા અપનાવો, પળથ્‍વી બચાવો' સહિતના સુત્રોના પોસ્‍ટર્સ સાથે રેલીમાં જોડાયા હતા.

(11:25 AM IST)