News of Wednesday, 15th October 2025
કુરીયર કર્મચારી અખ્તરને સાથી કર્મચારી ભાવેશે છરી ઝીંકી દીધી
ભાવનગર રોડ પટેલ પાન પાસે કુરીયરની ઓફિસ પાસે બનાવ પેટમાં ગંભીર ઇજા થતાં આઇસીયુમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૫: જંગલેશ્વર અંકુર સોસાયટી-૯માં રહેતાં અખ્તર કાદરભાઇ જીરૂકા (ઉ.વ.૧૯) નામના યુવાનને સાંજે ભાવનગર રોડ થોરાળા પોલીસ સ્ટેશનથી આગળ પટેલ પાન નજીક આવેલ કુરીયર કંપનીની ઓફિસ પાસે હતો ત્યારે કુરીયરમાં સાથે જ કામ કરતાં ભાવેશ નામના શખ્સે છરીથી હુમલો કરી પેટમાં ગંભીર ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આઇસીયુમાં દાખલ કરાયો છે.
અખ્તર જીરૂકા ત્રણ ભાઇમાં નાનો છે અને કુરીયર કંપનીમાં નોકરી કરે છે. સાંજે તે નોકરીના સ્થળે હતો ત્યારે સાથે જ કામ કરતાં ભાવેશ નામના શખ્સ સાથે કોઇ કારણે બોલાચાલી થતાં ભાવેશે છરીથી હુમલો કરી દીધો હતો. અખ્તર સારવાર હેઠળ હોઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.
(4:19 PM IST)










