News of Wednesday, 15th October 2025
નરેન્દ્રભાઇએ દેશને વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતા રાષ્ટ્રોમાં ટોચના ક્રમોમાં સ્થાન અપાવ્યું : રાઘવજીભાઇ પટેલ
મનપા દ્વારા વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને એકત્રીકરણ જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો મંત્રીના હસ્તે રાજકોટના વિવિધ ૮.૪૬ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતુમુર્હૂત કરાયું

રાજકોટ, તા. ૧પ : ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા ઙ્કવિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય કક્ષાનો લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઉક્ત કાર્યક્રમને સમાંતર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઙ્કવિકાસ સપ્તાહ-૨૦૨૫ કાર્યક્રમમાં પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૮.૬૪ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્ત તથા રાજ્ય કક્ષાના લોકાર્પણ/ખાતમુહૂર્તનું જીવંત પ્રસારણ કાર્યક્રમનું આયોજન આજ તા.૧૫ , બુધવારના સવારે ૧૦:૩૦ કલાકે, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય કળષિ, પશુપાલન, ગૌ સંવર્ધન વિભાગ, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ અવસરે મંત્રી રાઘવજીભાઈ પટેલએ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમો બદલ અભિનંદન પાઠવતા તેમના વક્તવ્યમાં એમ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદથી શરૂ કરીને અત્યારે દેશના પ્રધાનમંત્રી તરીકેની ૨૪ વર્ષની ઝળહળતી સફરમાં ગુજરાત અને દેશને વિકાસના નવા આયામો સાથે અભૂતપૂર્વ પ્રગતિ પર દોરી નવા સીમાચિホો સર કર્યા છે. ગુજરાતને દેશનું વિકાસ મોડેલ બનાવ્યા બાદ તેઓએ દેશને પણ વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતા રાષ્ટ્રોમાં ટોચના ક્રમોમાં સ્થાન અપાવ્યું છે. અત્યારે ભારત વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂકયું છે.
દેશને વર્ષઃ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત તરીકેનું ગૌરવ અપાવવા જે મહાઅભિયાન હાથ ધર્યું છે તેને અનુરૂપ આયોજનને ઝડપી અમલીકરણ સાથે સાકાર કરવાની દિશામાં કાર્યો થઇ રહ્યા છે. અલબત્ત વિકસિત ભારતનાં આયોજનમાં દેશના દરેક નાગરિક આત્મનિર્ભર બને.
આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ. પુષ્પ અને ખાદીના રૂમાલ વડે સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા અને શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા દ્વારા કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૮.૬૪ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ / ઇ-ખાતમુહૂર્ત કળષિ, પશુપાલન, ગૌ સંવર્ધન વિભાગ, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ડીઝીટલી બટન દબાવી કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, દંડક મનિષભાઈ રાડીયા, જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશ દેથરીયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનઓ, કોર્પોરેટરઓ, સંગઠનના હોદ્દેદારઓ, અધિકારીઓ-કર્મચારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
(4:12 PM IST)










