<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

સમાજસેવાના સંદેશ સાથે જન્‍મદિવસની અનોખી ઉજવણી

પાટીદાર સમાજના ભામાશા શ્રી મૌલેષભાઈ ઉકાણીનો જન્‍મદિવસ ઉમા સારથી ફાઉન્‍ડેશન દ્વારા માનવતાપૂર્ણ રીતે ઉજવાયો

 રાજકોટઃ દ્વારકાધીશ મંદિરના ટ્રસ્‍ટી, સિદસર મંદિરના પ્રમુખ, ઊંઝા મંદિરના ઉપપ્રમુખ તેમજ પાટીદાર સમાજના ભામાશા ગણાતા નામાંકિત ઉદ્યોગપતિ શ્રી મૌલેષભાઈ ઉકાણીનો જન્‍મદિવસ ઉમા સારથી ફાઉન્‍ડેશન દ્વારા અનોખી અને સમાજસેવાના સંદેશ સાથે ઉજવવામાં આવ્‍યો હોવાનું સંસ્‍થાની એક યાદીમાં જણાવાયું છે.

 જન્‍મદિવસની ઉજવણીના ભાગરૂપે એકરંગ સંસ્‍થાની માનસિક ક્ષતિગ્રસ્‍ત દીકરીઓ સાથે કેક કટીંગ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત, મિઠાઈ વિતરણ કરી સૌનું મોં મીઠું કરાવાયું હતું અને જમણવારનું આયોજન કરીને આનંદમય વાતાવરણ સર્જાયું હતું.

 ઉમા સારથી ફાઉન્‍ડેશન દ્વારા જાહેર કરવામાં આવ્‍યું કે ૨૦૨૬માં ૩૧ કડવા પાટીદાર  દીકરીઓનો સમૂહ લગ્નોત્‍સવ ભવ્‍યથી ભવ્‍ય રીતે આયોજિત કરવામાં આવશે. સંસ્‍થાના ફાઉન્‍ડર શ્રી જ્‍યોતીબેન ટીલવા અને શ્રી કિશનભાઈ ટીલવાએ આહવાન આપ્‍યું કે આ સમૂહ લગ્નોત્‍સવમાં ફક્‍ત કડવા પાટીદારની માતા-પિતા વિહોણી કે જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન સંસ્‍થા દ્વારા કરાવી આપવામાં આવશે. આ સંસ્‍થા દ્વારા અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમાં ૨૦૦થી વધુ ભાઈઓ અને બહેનો સેવા આપી રહ્યા છે.

 આ પ્રસંગે રાજકોટના પ્રથમ નાગરિક, મેયર શ્રીમતી નયનાબેન મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમણે શ્રી મૌલેષભાઈ ઉકાણીને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવી સાથે તેમની સમાજસેવા પ્રત્‍યે પ્રશંસાની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

 કાર્યક્રમને સફળ બનાવનાર સભ્‍યો

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમા સારથી ફાઉન્‍ડેશનના સર્વ સભ્‍યો  જ્‍યોતીબેન ટીલવા, કિશનભાઈ ટીલવા, ઉદયભાઈ ભૂત, મનીષભાઈ દેડકિયા, પાર્થભાઈ મારસોણીયા, વિનોદભાઈ પેઠાડીયા, વિજય વડાલીયા, યુગ કણસાગરા, યશ કાલાવડીયા, ભાવનાબેન રાજપરા, રેખાબેન ત્રંબાડિયા, રીટા કાલાવડીયા, વર્ષાબેન મોરી, શીતલ દેકિવાડિયયા, કાન્‍તાબેન ફળદુ, કિરણબેન માકડિયા, અને નિશા લાડાણીએ જહેમત ઉઠાવી હતી. (૩૮.૨)

(9:31 AM IST)