<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

બાલંભામાં સમસ્‍ત રાઠોડ પરિવારના યજમાનપદે ર૩મીથી દેવી ભાગવત કથા મહોત્‍સવનું આયોજન

અકિલા ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતું કે, જોડિયા તાલુકાના બાલંભા ગામે સમસ્‍ત રાઠોડ પરિવારના મહા આદ્યશકિત કુળદેવી પરાંઅબા ભગવતી શ્રી ચામુંડા માતાજી તથા સુરાપુરા શ્રી ભાયાબાપાના આશિર્વાદ અને અનુગ્રહથી સમસ્‍ત રાઠોડ પરિવાર દ્વારા નવલાં નૂતન વર્ષના મંગલ પ્રારંભે માતાજીના સાનિધ્‍યમાં બાલંભા મુકામે શ્રી દેવી ભગવત નવાહ જ્ઞાનયજ્ઞનું શુભ આયોજન બીજ (ભાઇ-બીજ) ને ગુરૂવાર તા. ર૩ થી કારતક સુદ નોમ તા. ૩૧ ઓકટોબર ના શુક્રવાર સુધી વકતા શાષાી ચિંતનભાઇ પંડયા (અકાળાવાળા) હાલ અમરેલી વ્‍યાસપીઠે બિરાજીને સંગીત સભર શૈલીમાં કથા સમય સવારે ૯ થી ૧રઃ૩૦, બપોરે ૩ થી ૬ કથા રસપાન કરાવશે.

ગુરુવાર તા. ર૩ ના સવારે ૭ કલાકે શ્રી ચામુંડા માતાજી મઢે બ્રહ્મદેવો દ્વારા મંત્રોચાર સાથે શ્રી ગણપતિ આદિ સ્‍થાપિત દેવાની પૂજા, પોથી યાત્રા સવારે ૮ કલાકે શ્રી ચામુંડા માતાજી મઢે થી સુસોભાન વિવિધ ફલોટ્‍સ સાથે બાલંભા ગામના મુખ્‍ય માર્ગ પર ભકિત સભર ભવ્‍યાતી ભવ્‍ય વિશાળ શોભાયાત્રા શરૂ થઇને ખાતે પવિત્ર દેવી ભાગવત પોથીજીનું સ્‍થાપન કરવામાં આવશે. શોભાયાત્રામાં ડ્રેસકોડ સાથે સાફા પહેરેલા યુવાનો બાઇક રેલી સાથે જોડાશે. ઉપરાંત સેંકડો ગાડિઓ પણ જોડાશે. મહિલા મંડળનાં બહેનો પણ રાસ-ગરબાની રમઝટ  સાથે કથા સ્‍થળે પ્રયાણ કરશે. 

દિપ પ્રાગટય તથા કથા પ્રારંભ ૧૧:૪પ કલાકે કરવામાં આવશે. કથા દરમિયાન દરરોજ ભોજન રૂપિ મહાપ્રસાદ દરરોજ સવારે નાસ્‍તો ૭ થી ૯ સુધી ભોજન બપોરે ૧રઃ૩૦ થી રઃ૩૦ સુધી રાત્રિ ભોજન સાંજે ૬:૩૦  થી ૮:૩૦ સુધી નું સુંદર આયોજન સમસ્‍ત રાઠોડ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.

ધાર્મિક ઉત્‍સવમાં આવતા પ્રસંગો શ્રી અંબિકા પ્રાગટય તા. રપ ના સાંજે ૬ કલાકે, શ્રી ચામુંડા પ્રાગટય તા. ર૬ ના સવારે ૧૦ કલાકે શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ તા. ર૬ ના સાંજે પ કલાકે , શ્રી પાર્વતી પ્રાગટય તા. ર૭ ના સાંજે પઃ૩૦ કલાકે શિવ વિવાહ તા. ર૮ ના સાંજે પ કલાકે, નવદુર્ગા પ્રાગટય તા. ર૯ ના સાંજે પઃ૩૦ કલાકે શ્રી ગાયત્ર પ્રાગટય તા. ૩૦ ના સાંજે ૬ કલાકે, કથા વિરામ (પૂર્ણાહુતિ) તા. ૩૧/૧૦/ર૦૨૫ સવારે ૧૧:૩૦ કલાકે દશાંશ યજ્ઞ વિધી ઉત્‍સવ તા. ૧ નવેમ્‍બરના સવારે ૮  થી ૧ કલાકે આ હોમાત્‍મકમાં સમસ્‍ત રાઠોડ પરિવારે અચુક ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે.

આ કથા દરમિયાન ભારત વર્ષના બ્રહ્મર્ષિઓ, સંતો, મહંતોના આશિવર્ચન મંગલદીપ પ્રાગટય સાથે, સાહેતવાસી પ.પૂ. મહંતશ્રી ૧૦૮ શ્રી તુલસીદાસજી મહારાજ શિવડેરી-જસદણ પૂ. પુ. મહામંડલેશ્વર મહંત શ્રી-૧૦૦૮ શ્રી સુગ્રીવદાસજી મહારાજ મોઢેરા- મહેસાણા પૂ.પૂ. મહંતશ્રી-૧૦૮ શ્રી હરિદાસજી બાપુ ઉદાસી આશ્રમ, બાલંભા, પ.પુ. મહંતશ્રી શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા- મોલડી પ.પૂ. મહામંડલેશ્વર મહંત ૧૦૦૮ શ્રી અવધકિશોરદાસજી રામાયણી મોઢેરા, મહેસાણા પ.પૂ. મહ઼તશ્રી ૧૦૦૮ શ્રી ગોપાલદાસજી બાપુ બલોલ મહેસાણા ઉપસ્‍થિત રહેશે. 

કથા દરમિયાન ભવ્‍ય કાઠિયાવાડી ડાયરો, સંતવાણી તા. ર૬/૧૦/ર૦રપ ને રવિવાર રાત્રે ૯:૩૦ કલાકે જાજરમાન કાઠિયાવાડી ડાયરો અને સંતવાણીની રમઝટ બોલાવશે. જેના કલાકારો મહંતશ્રી જયશ્રીદાસજી માતાજી (સંતવાણી) દલસુખભાઇ પ્રજાપતિ (ભજનીક) વિશાલભાઇ વરૂ (લોકગાયક) જયુભા સિંઘવ( લોક સાહિત્‍યકાર) સાથે ટીમ દ્વારા કાર્યક્રમની રમઝટ બોલાવશે. સાથે ગોળા રાસ મંડળ તા. ર૯ ના બુધવાર રાત્રે ૯:૩૦ કલાકે ગોળારાસ જીજ્ઞેશભાઇ ગોમટા ગ્રુપ કલાકારોઃ જીજ્ઞેશભાઇ તથા સુખાભાઇ અને સાર્જીદા સતના આધારે માતાજીનો ગોળો કાચના ગ્‍લાસ ઉપર ઇંઢોણી વગર માથે રાખી રાસ લેશે તેમજ શ્રી ચામુંડા માતાજીનો હરખનો નવરંગો માંડવો તા. ૩૦ ના ગુરૂવારે રાત્રે ૯:૩૦ કલાકે રાવળદેવ ધર્મેશભાઇ રાવળ તથા સહ સાર્જીદાઓ સાથે માતાજીના ગુણગાન ગાશે. સાથે સાથ દરરોજ રાત્રીના ધૂન મંડળ, ભજન રાસ ગરબાના કાર્યક્રમો યોજવામાં આવશે.

રાઠોડ પરિવારના હોદેદારો કાર્યકર કમિટી

આ જ્ઞાન સરિતાના મંગલ અવસરે સમસ્‍ત રાઠોડ પરિવાર ચામુડા માતાજીનો મઢ, બાલંભા પ્રમુખ ગિરીશભાઇ એલ. રાઠોડ મો. ૮૬૬૮૮૩૩૦૧૮, મંત્રી બાબુલાલ એન. રાઠોડ, મો. ૯૦૯૯૦ ૧૦૯૬૧,ઉપપ્રમુખ હિતેષભાઇ જી. રાઠોડ, મો. ૯૦૯૯૦ ૨૫૧૧૩, ઉપપ્રમુખ શૈલેષભાઇ પી. રાઠોડ, મો. ૯૮૨૨૩ ૧૧૬૮૧, ખજાનચી નંદલાલ બી. રાઠોડ મો. ૯૭૨૩૭ ૭૮૭૩૧, રાઠોડ પરિવારના હોદેદારો કાયકર કમિટી દ્વારા કથા શ્રવણનો લાહવો લેવા સહ આમંત્રણ પાઠવાયું છે. તસ્‍વીરમાં વિગતો વર્ણવતા ડો. પંકજભાઇ પી. રાઠોડ, પુર્વ આરોગ્‍ય અધિકારી : ણરસોત ટી. રાઠોડ, વિજયભાઇ સી. રાઠોડ, બાબુલાલ રાઠોડ, હિતેષભાઇ રાઠોડ, નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)   

(10:06 AM IST)