News of Thursday, 16th October 2025
રાજકોટ એઇમ્સમાં અનેક બિલ્ડીંગો ફાયર NOC વગર કાર્યરત 'B' બિલ્ડીંગમાં દર્દીઓ માટે પ૦ બેડ પણ ફાયર NOC નથી!!
એકેડેમીક બિલ્ડીંગ જયાં માત્ર અધિકારીઓ બેસે છે તેમાં પણ NOC નથી ? એકઝીકયુટીવ ડાયરેકટરને તાકિદનો પત્ર પાઠવતા ગાયત્રીબા વાઘેલાઃ જવાબદારો સામે પગલા ભરવા માંગણી

રાજકોટ, તા. ૧૬: ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ એઇમ્સના એકઝીકયુટીવ ડાયરેકટરને તાકિદનો પત્ર પાઠવી રાજકોટ AIIMS માં ફાયર NOC વગર કાર્યરત બીલ્ડીંગો અંગે AIIMS ‘હોસ્પીટલ'ના ‘હોસ્પીટલ પ્રશાસનીક અધિકારી' તથા મેડીકલ સુપ્રીન્ટેન્ડની જવાબદારી ફીકસ કરી તાત્કાલીક ફાયર NOC મેળવી મોટી દુર્ઘટના બનતી અટકાવવા અંગે પગલાઓ ભરવા માંગણી કરી છે.
પત્રમાં ઉમેરાયુ છે કે, રાજકોટમાં AIIMS માં વિવિધ સારવાર માટે આવતા દર્દીઓ તેમજ ફરજ બજાવતા કર્મચારીઓના વ્યાપક જનહીતને જોખમમાં મુકી AIIMS માં ફાયર NOC વગર કાર્યરત બીલ્ડીંગો બાબતે નીચેના મુદ્દાઓ આપના ધ્યાને મુકી ફાયર NOC મેળવવામાં થયેલ વિલંબ ? અને તે કામગીરીના જવાબદાર અધિકારીનો ખુલાસો પુછી નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. ઉઠાવેલ મુદાઓ-માંગણીઓ જોતા દેશના આરોગ્ય મંત્રીશ્રી જે.પી. નડ્ડા દ્વારા આજથી ૧ વર્ષ પહેલા “VRDL” લેબનું ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું જે લેબ કાર્યરત છે પરંતુ આજદીન સુધી ફાયર NOC મેળવેલ નથી જે અંગે જવાબદાર કોણ ? AIIMS નું સંચાલન જયાંથી થાય છે અને ડીરેકટરો સહીતના મોટા અધિકારીઓ જયાં બેસે છે તેવી AIIMS ની ‘એકેડેમીક બીલ્ડીંગ' ને પણ સંપૂર્ણ બીલ્ડીંગનું ફાયર NOC મળેલ નથી?
AIIMS હોસ્પીટલની “B” બીલ્ડીંગમાં ફાયર NOC વગર ૫૦ બેડ સાથે દર્દીના જીવના જોખમે સારવાર ચાલુ છે ત્યારે ‘TRP અગ્નિકાંડ' જેવી મોટી ર્દુઘટના બનશે તો તો જવાબદાર કોણ?
AIIMS ની આખી “B” બિલ્ડીંગને ફાયર NOC નો હોવા છતાં બીલ્ડીંગના ત્રીજા માળે દર્દીની સારવાર માટે (MICU) મેડીકલ આઈ.સી.યુ. કાર્યરત છે જેમાં દર્દીઓ અને કર્મચારીના જીવના જોખમે ૨૦ બેડનો ઉપયોગ થાય છે જો કોઈ TRP અગ્નિકાંડ જેવી ર્દુઘટના બનશે તો જવાબદાર કોણ?
તેમજ “B” બિલ્ડીંગના ત્રીજા માળે દર્દીઓની અને કર્મચારીઓના જીવના જોખમે ૩૦ બેડ સાથે ફાયર NOC વગર ‘ફીમેલ સર્જીકલ વોર્ડ' પણ કાર્યરત છે?.
ઉપરોકત મુદ્દાઓને ધ્યાને લઈ રાજકોટ AIIMS હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને ફરજ બજાવતા કર્મચારીઓ TRP અગ્નીકાંડ જેવી કોઈ ગોઝારી ઘટનાનો ભોગ નો બને તેવા વ્યાપક જનહીતની જાહેર સલામતીને ધ્યાને લઈ તાત્કાલીક અસરથી AIIMS ના જે જે બીલ્ડીંગોનો વપરાશ થાય છે તેવા તમામ બીલ્ડીંગોના ફાયર NOC મેળવવા અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી છે.(૬.૧ર)
(3:24 PM IST)










