તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
આજીડેમ પોલીસે ‘તેરા તુજકો અર્પણ' હેઠળ લોકોને ફ્રોડમાં ગયેલા નાણા, ખોવાયેલા ફોન પરત અપાવ્યા
૧૩ અરજદારને ૪,૧૬,૪૮૬ રોકડા અને ૨૬ લોકોને ૩,૩૯,૦૩૯ના મોબાઇલ પરત અપાયા

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા ફ્રોડમાં નાણા ગુમાવનારા લોકોને અને મોબાઇલ ચોરાઇ ગયા હોય કે ખોવાઇ ગયા હોય તો તે શોધીને ‘તેરા તુજકો અર્પણ' અંતર્ગત પરત આપવામાં આવે છે. આજીડેમ પોલીસ દ્વારા ૧૩ અરજદારોને સાયબર ફ્રોડમાં તેમણે ગુમાવેલા રૂા. ૪,૧૬,૪૮૬ પરત અપાયા છે. તેમજ ૨૬ લોકોએ પોતાના મોબાઇલ ફોન ખાવાઇ ગયા હોઇ તેમને સીઇઆઇઆર પોર્ટલના ઉપયોગથી શોધી કાઢી પરત અપાયા છે. આ મોબાઇલની કિંમત રૂા. ૩,૩૯,૦૩૯ છે. આ ઉપરાંત ત્રણ ચોરાઇ ગયેલા બાઇક રૂા. ૭૦ હજારના પણ શોધીને તેરા તુજકો અર્પણ ઝુંબેશ હેઠળ પરત અપાયા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ વી. એમ. બરાડીયા, હેડકોન્સ. સંજયભાઇ ચોૈહાણ, કોન્સ. મનિષાબેન ચીનાભાઇ, લોકરક્ષક રાહુલભાઇ ભુંડીયા, હરેશભાઇ ગામી અને વિશ્વરાજસિંહ પરમારે આ કામગીરી કરી હતી.
(3:27 PM IST)










