News of Thursday, 16th October 2025
સ્વચ્છતા અભિયાન અંતર્ગત રામપરામાં લોકડાયરો જમાવતા કલાકાર કૌશિક મહેતા

રાજકોટ તા. ૧૬ : પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને માહિતી ખાતુ ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન સેવાસેતુ અંતર્ગત પ્રચાર પ્રસારના ભાગરૂપે ગ્રામ્ય કક્ષાનો લોકડાયરો તાજેતરમાં પડધરીના મોટા રામપર ગામે યોજાયો હતો. જેમાં જાણીતા પહાડી કંઠના ગાયક અને હાસ્ય લોકસાહિત્યકાર કૌશિક મહેતાની ટીમે ભારે જમાવટ કરી હતી.
ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ આ લોકડાયરાની મુલાકાત લઇ સફળ કાર્યક્રમ બદલ લોકગાયક કૌશિક મહેતા અને તેમની ટીમને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમની ગોઠવણ માટે રાજકોટ માહિતી ખાતાના આસી. ડાયરેકટર પ્રિયંકાબેન પરમાર, સહાયક માહિતી નિયામક રાધાબેન વ્યાસે માર્ગદર્શન આપેલ. સમગ્ર લોકડાયરાને સફળ બનાવવા રામપર પ્રાથમિક સ્કુલના આચાર્ય ચંદ્રેશભાઇ ચુડાસમા, શિક્ષિકા બહેનો ભારતીબેન નળીયાપરા, દિપ્તીબેન નંદાણી, શીલાબેન ભુરીયા, ભુમિકાબેન સાકરીયા, વર્ષાબેન શીંગાળા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
(4:24 PM IST)










