તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Thursday, 16th October 2025
સાધુ વાસવાણી રોડ પર જલારામ જયંતિ ધામધૂમથી ઉજવાશે જયાં રોટીનો ટૂકડો, ત્યાં હરિ ઢુકડા
૧૦૮ વાનગીઓનો અન્નકૂટ જલાબાપાને પિરસાશે, ઇંટના ભઠ્ઠાના ચૂલ્લામાં દેશી-પધ્ધતિથી રસોઇ બનાવાશેઃ ભકિત, ભોજન, ભજનનો અનેરો ત્રિવેણી સંગમ રચાશે, ભાવિકોને જાહેર આમંત્રણ મહાપ્રસાદમાં ગૂંદી, ગાંઠીયા, બટેટાનું શાક, ખીચડી, કઢી, રોટલા, સંભારો

રાજકોટઃ રઘુકુળ યુવા ગ્રુપ તથા જલારામ સેવા સમિતી દ્વારા, તા. ૨૯/૧૦, બુધવારનાં રોજ સાંજે ૦૬ થી ૧૦:૩૦ દરમ્યાન પૂજય જલારામબાપાની ૨૨૬ મી જન્મજયંતીની ધામધુમ પુર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અન્નકુટ દર્શન, મહાઆરતી તથા મહાપ્રસાદનું સર્વ ધર્મ પ્રેમી જનતા માટે 'અકિલા રઘુવંશી બીટસ ગ્રાઉન્ડ, સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસની સામે, રાજકોટ ખાતે નાતજાતના ભેદભાવ વગર આયોજન કરેલ છે. સ્ટેજ પૂ. જલારામબાપાની ભવ્ય મૂર્તિ બીરાજમાન થશે. ૧૦૮ વાનગીઓ અન્નકૂટ રૂપી જલારામ બાપાને પીરસવામાં આવશે.
ગુંદી, ગાંઠીયા, બટેટાનું શાક, ખીચડી, કઢી, રોટલા, સંભારો, છાશ મીનરલ વોટર સહીતનું મેનું મહાપ્રસાદમાં રાખવામાં આવેલ છે. તમામ મહાપ્રસાદની વસ્તુઓ ઈંટના ભઠ્ઠાના ચુલ્લામાં દેશી પદ્ધતિથી રસોઈ બનાવવામાં આવશે.
ભોજન અને ભજનની અહાલેક સમગ્ર વિશ્વમાં જગાડનાર, આપણા સૌના પરમ શ્રદ્ધેય, પ્રાતઃસ્મરણીય, સંત શીરોમણી જલારામ બાપાના ૨૨૬ માં પ્રાગટય પર્વના ભકિતમય, ભાવભીના ઉત્સવની રઘુકુળ યુવા ગ્રુપ તથા જલારામ સેવા સમિતીના સથવારે સંતો, મહંતો, વડીલો તેમજ સર્વધર્મ, સર્વજ્ઞાતિ, સર્વ સંપ્રદાયના ભાવિક સમુદાયના સથવારે ઉજવણી કરવામાં આવનાર છે પૂજાઆરતી મહાપ્રસાદનો લાભ લેવા રઘુકુળ યુવા ગ્રુપ અને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મિતેશ રૂપારેલીયા, દિલીપભાઈ સોમૈયા, ચંદુભાઈ રાયચુરા, રજનીભાઈ રાયચુરા, જયદેવભાઈ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ, પારસભાઈ ઉનડકટ, માલવભાઈ વસાણી, ડો. મીલાપ ઠકકર (સદભાવના હોસ્પિટલ), વિવેકભાઈ રૂપારેલીયા, રોહીતભાઈ જોબનપુત્રા, ઉમેશભાઈ પુજારા, નૈનેષભાઈ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, હાર્દિકભાઈ ચોલેરા, દિલીપભાઈ સેતા, તારકભાઈ સેતા, દિપકભાઈ રાયચુરા, હર્ષદભાઈ ઠકરાર, પુષ્પકભાઈ મજેઠીયા, સુરેશભાઈ કકકડ, સુજીતભાઈ ખાલપાડા, મનીષભાઈ ચંદારાણા, પ્રકાશભાઈ ગઢીયા, રાજુભાઈ નાગરેચા, રાકેશભાઈ મીરાણી, નિરવભાઈ રૂપારેલીયા, ધર્મેન્દ્રભાઈ કારીયા, ચિતનભાઈ વિઠ્ઠલાણી, પારસભાઈ કુંડલીયા, વિનીતભાઈ સોમૈયા, શુભમભાઈ કતીરા, પાર્થભાઈ સચદે, પ્રિયાંતભાઈ, સંદીપભાઈ નંદા, સાર્થકભાઈ ગણાત્રા, કિશનભાઈ ચોલેરા, તુષારભાઈ વિઠ્ઠલાણી, તુષારભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ અનડકટ, સિધ્ધથભાઈ રૂપારેલીયા, રવીભાઈ કકકડ, જયભાઈ દેવાણી, નિરવભાઈ કકકડ, જગદીશભાઈ બલદેવ, દિનેશભાઈ ધામેચા સહીતની ટીમ ઉપરાંત અનેક નામી અનામી કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો સેવામય કાર્ય કરી રહયા છે. વિશેષ માહિતી માટે જયદેવભાઈ રૂપારેલીયા (મો.૯૩૨૭૭ ૦૬૭૦૭) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(4:08 PM IST)










