તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
શ્રી શ્યામલાલજીની હવેલીમાં અન્નકૂટ મહોત્સવ દર્શન

રાજકોટઃ સૌરાષ્ટ્રની અતિપ્રાચીન હવેલીમાં આગામી તા. ૨૬ ને રવિવારના લાભ પાંચમના શુભદિવસે લાડલે લાલ શ્રી શ્યામલાલજી પ્રભુ અન્નકૂટ આરોગવા બિરાજશે. સવારે ૧૦ વાગ્યે ગોવર્ધન પૂજા ની ઝાંખી, બપોરે ૪ વાગ્યેથી અન્નકૂટ મહોત્સવના દર્શનની ઝાંખી થશે સખડીનો પ્રસાદ ૭:૧૦ વાગ્યે બટાશે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને શ્રીશ્યામલાલજી પ્રભુના અન્નકૂટ મહોત્સવ ના દર્શન નો લાભ લેવાનુ આમંત્રણ મુખ્યાજી શ્રી જયેશભાઈ હરિભાઈ આપેલ છે. સ્થળઃ- શ્રી શ્યામલાલજીની હવેલી (જૂની સદર ની હવેલી) પંચનાથ મંદિર મેઇન રોડ, જય સીયારામ પેંડાવાળાની સામે,રાજકોટઃ ૩૬૦૦૦૧. મો. ૮૫૧૧૭ ૬૩૭૬૩.
(4:15 PM IST)










