News of Friday, 17th October 2025
બરકતીનગરમાં નસીરમુલ શેખને પત્નિ સુહાનાએ ધોકાથી ધોકાવ્યા
પુછ્યા વગર પેન્ટના ખિસ્સામાંથી પૈસા કાઢી લેતી હોઇ ઠપકો દેતાં ન ગમ્યું

રાજકોટ તા. ૧૭: કોઠારીયા સોલવન્ટ બરકતીનગરમાં રહેતાં અને કારખાનુ ચલાવતાં મુળ બંગાળના નસીરમુલ શેરાખાન શેખ (ઉ.વ.૩૫) નામના યુવાનને રાતે બારેક વાગ્યે પત્નિ સુહાનાએ લાકડાના ધોકાથી બેફામ માર મારતાં શરીરે મુંઢ ઇજા થઇ હતી અને કપાળે પણ ધોકો લાગી જતાં લોહીલુહાણ થઇ જતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ સહિતે આજીડેમ પોલીસને કરી હતી. નસીરમુલના કહેવા મુજબ પોતે રાતે પેન્ટ ટીંગાડીને રાખતો હોઇ તેમાંથી પુછ્યા વગર પત્નિ પૈસા કાઢી લેતી હતી. આ બાબતે રાતે બોલાચાલી થતાં મેં તેને આ રીતે પૈસા નહિ કાઢવાનું કહી ઠપકો આપતાં તેણીએ ઉશ્કેરાઇ જઇ ધોકાવાળી કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:26 AM IST)










