<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

રેસકોર્સ રિંગરોડ ઝગમગ- ઝગમગ થાય

દિવાળી ઉત્‍સવનો શુભારંભઃ રંગોળી સ્‍પર્ધા, આતશબાજી, લેસર શો, મ્‍યુઝિકલ બેન્‍ડ મોજ કરાવશે

રાજકોટ તા.૧૭: રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ માટે પણ એટલું જ વિખ્‍યાત છે. જુદાજુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્‍યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્‍ય તહેવાર આવે ત્‍યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણવધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્‍સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા તા.૧૬ થી તા.૨૦ દરમ્‍યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે ‘સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલુરાજકોટ દિવાળી ઉત્‍સવ'નું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં, એન્‍ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્‍ય આતશબાજી, રંગોળી સ્‍પર્ધા,લેસર શોસહિતના વિશેષ આકર્ષણોનો રહેશે.

રંગીલું રાજકોટ દરેક ઉત્‍સવ અને અન્‍ય અવસરની ઉત્‍સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્‍માષ્ટમી, ગણપતિ ઉત્‍સવ, નવરાત્રિકે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્‍કળતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્‍યેનો પ્રેમ અને ઉત્‍સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને ‘રંગીલું' અને અન્‍ય શહેરો કરતા અલગ બનાવે છે.

‘‘સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ'' અંતર્ગત વિવિધ કાર્યક્રમો તા.૧૬ થી ૨૦ દરમ્‍યાન રાત્રે ૧૨ કલાક સુધી રહેશે.

 આ ‘સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલુરાજકોટ દિવાળી ઉત્‍સવ' શુભારંભ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, મંજુબેન કુગશિયા, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્‍ય સંગીતાબેન છાયા, સંગઠનના હોદ્દેદારઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્‍થિત રહેલ.

કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. ત્‍યારબાદ શાબ્‍દિક સ્‍વાગત સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ. ઉપસ્‍થિત મહાનુભાવોનું પુષ્‍પ અને ખાદીના રૂમાલ વડે સ્‍વાગત સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. ત્‍યારબાદ સૌ મહાનુભાવોએ રીબીન કર કરી રેસકોર્સ રીંગ રોડ ફરતે કરવામાં આવેલ રોશની શહેરીજનો માટે ખુલ્લી મુકવામાં આવેલ અને સૌ મહાનુભાવોએ રેસકોર્ષ ફરતે રોશની નિહાળી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો અનુસંધાને યોજવામાં આવેલ ‘સ્‍વચ્‍છ-હરિયાળું- રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ'ના આ તમામ કાર્યક્રમોમાં ઉત્‍સાહભેર જોડાવા રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  જયમીનઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા  લીલુબેન જાદવ, દંડક  મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન  સુરેન્‍દ્રસિંહ વાળાએ રાજકોટવાસીઓને નિમંત્રણ પાઠવ્‍યું છે.(૨.૧૯)

‘દિવાળી ઉત્‍સવ' અંતર્ગત કાર્યક્રમોની વિગત

* આજે તા.૧૭ના રોજ રેસકોર્ષ રિંગરોડ ખાતે ‘રંગોળી સ્‍પર્ધા' અંતર્ગત સ્‍પર્ધકો રંગોળી તૈયાર કરશે. જે તા.૧૮ થી તા.૨૦ દરમ્‍યાન સાંજે શહેરીજનો નિહાળી શકશે.

* કાલે તા.૧૮ ના રોજ રાત્રે ૭ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્‍ય ‘આતશબાજી' યોજાશે.

* તા.૧૯ને રવિવારના રોજ બહુમાળીભવન ચોક ખાતે મ્‍યુઝિકલ બેન્‍ડ યોજાશે.

* રેસકોર્ષ રિંગરોડ ફરતે તા.૧૬ થી તા.૨૦ સુધી આકર્ષક થીમ બેઇઝ લાઇટીંગ ડેકોરેશન કરવામાં આવેલ.

* રેસકોર્ષ રિંગરોડ ખાતે એન્‍ટ્રી ગેઇટ અને લેસર શો આકર્ષણનું કેન્‍દ્ર.

(3:26 PM IST)