News of Saturday, 18th October 2025
તબીબના ઘરમાં ઘરકામ કરતા સંગીતાબેન અધેરા સૂતા બાદ ઉઠયા જ નહીઃ મોત
નિર્મલા રોડ પર ફાયરબ્રિગેડની સામે બનાવઃ અવધના ઢાળીયે રહેતા પરિવારજનોમાં આક્રંદ

રાજકોટ, તા.૧૮: શહેરના નિર્મલા રોડ પર ફાયર બ્રિગેડની સામે આવેલી સોસાયટીમાં રહેતા તબીબના ઘરમાં ઘરકામ કરતી મહિલા બેભાન થયા બાદ તેનું વોકહાર્ડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર અવધના ઢાળ પર રહેતા સંગીતાબેન કૌશલભાઈ અધેરા (ઉ.વ.૫૯) નિર્મલા રોડ પર ફાયર બ્રિગેડની સામેની સોસાયટીમાં એક તબીબના ઘરમાં ઘરકામ કરતા હોઈ, તેથી ગઈઇ કાલે તે ત્યાં ઘરકામ કરવા માટે ગયા હતા. બાદ સાંજે તેને થાક લાગતા થોડો સમય બેઠા બાદ તે સુઈ ગયા હતા. બાદ ઘરમાં કામ કરતા બીજી વ્યકિતએ તેને ઉઠાડવા જતા ન ઉઠતા તેના પુત્રને જાણ કરતા ને દોડી આવ્યો હતો અને તેને સારવાર માટે વોકહાર્ડ હોસ્પિટલમાં દસેડાયા હતા, ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતક સંગીતાબેનને સંતાનમાં એક પુત્ર છે. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસના હેડકોન્સ મયુરસિંહ જાડેજા સહિતે સ્થળપર પહોંચી મહિલાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. મહિલાના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
(2:46 PM IST)










