<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

સીટી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં તેજસભાઇ મહેતાનું હાર્ટએટેકથી મૃત્‍યુ

સોરઠીયા પાર્કમાં ઘરે ઢળી પડયાઃ હોસ્‍પિટલમાં દમ તોડતાં પરિવારમા શોક

રાજકોટ તા. ૧૮: હૃદય રોગના હુમલાથી સીટી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં આધેડનું મૃત્‍યુ થયું છે. કોઠારીયા રોડ સોરઠીયા પાર્ક-૩માં રહેતાં તેજસભાઇ નરેન્‍દ્રભાઇ મહેતા (ઉ.વ.૪૫) મોડી રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું.

મૃત્‍યુ પામનાર તેજસભાઇ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે, તેઓ સીટી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે જાણ કરતાં આજીેડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. આ બનાવથી પરિવારજનોને તહેવારની ખુશી શોકમાં પલ્‍ટાઇ ગઇ હતી. 

(2:55 PM IST)