News of Saturday, 18th October 2025
મનપાની બહેનોને ભાઇ બીજના દિવસે બીઆરટીએસ- સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની ભેટ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૨૩ ગુરૂવારના રોજ ભાઈ બહેનના પવિત્ર તહેવાર ‘ભાઈબીજ' નિમિતે બહેનો/મહિલાઓ માટે અનોખી ભેટ આપી છે. ‘‘ભાઈબીજ''ના પવિત્ર તહેવાર નિમિતેબી.આર.ટી.એસ. રૂટ પર કાર્યરત બસ સેવા તથા શહેરમાં કાર્યરત સિટી બસ સેવાબહેનો/મહિલાઓ માટે નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે. તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની ‘‘ભાઈબીજ''ના પાવન પર્વ નિમિતે બી.આર.ટી.એસ. બસ તથા સિટી બસની નિઃશુલ્ક સેવાની અનોખી ભેટનો મહતમ લાભ લેવા બહેનો/મહિલાઓને પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે અને ‘‘ભાઈબીજ''ના પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી છે.
(3:21 PM IST)










