News of Sunday, 19th October 2025
રાજકોટમાં અભયમ ટીમનું આશીર્વાદરૂપ કાર્ય : માનસિક અસ્વસ્થ સગીરાને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડી
જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી દીકરી માટે મદદ માંગતા તુરત મદદે પહોંચ્યા : દીકરીને ઘર સુધી પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટ : શહેરમાં એક જાગૃત નાગરિકની મદદથી 16 વર્ષની માનસિક અસ્વસ્થ દીકરીને તેના પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી. જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી દીકરી માટે મદદ માંગતા, કાઉ-સેલર બીનાબેન ગોહિલ, કૉ-સ્ટેબલ ભુવનેશ્વરીબેન અને પાયલોટ દીપકભાઈ તાત્કાલિક સ્થળે દોડી ગયા.
દીકરી અવાવરૂ જગ્યાએ સૂતી હાલતમાં મળી આવી હતી. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ દીકરીની ઓળખ મેળવી અને કોઠારીયા વિસ્તારના ઘર સુધી પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવ્યું, પરિવારે જણાવ્યું કે વિકરી માનસિક રીતે અસ્વસ્થ હોવાથી અવારનવાર ઘરેથી નીકળી જાય છે અને તેની સારવાર ચાલુ છે.
અપમ ટીમે પરિવારને સમજાવ્યું કે સગીરાની સાવાર નિયમિત રાખવી તથા સુરક્ષા પર ધ્યાન આપવું જરૂરી છે. પરિવારે ટીમનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે "અભયમ જેવી ટીમ આપવા સમાજ માટે આશીર્વાદ
(9:48 PM IST)










