News of Monday, 20th October 2025
મહિલા પોલીસની ‘શી' ટીમે વૃધ્ધાશ્રમની મુલાકાત લઇ દિવાળીની શુભેચ્છા પાઠવી

રાજકોટઃ શહરેના સદ્દભાવના વૃધ્ધાશ્રમ ખાતે શહેર પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા મુલાકાત લઇ સિનીયર સિટીઝનને દિવાળી પર્વની શુભેચ્છાઓ અપાઇ હતી. તેમજ ગમે ત્યારે જરૂર પડે તો ૧૧૨નો સંપર્ક કવરા સમજ અપાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયા, પીઆઇ એમ. એચ. ભાટીની રાહબરીમાં શી ટીમના કોકીલાબેન સોલંકી સહિતે આ કામગીરી કરી હતી.
(2:19 PM IST)










