<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

ગુરૂવારથી કક્કડ પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન

ચિત્રકૂટવાળા જાણીતા વક્‍તા શ્‍યામસુંદરજી દ્વારા કથાનું રસપાન ;વિઠલજીભાઇ બેચરભાઇ કક્કડ પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે સ્‍વ.મણિલાલ વિઠલજી, સ્‍વ.કાંતિલાલ વીઠલજી, સ્‍વ.ગોવિંદજી વિઠલજી, સ્‍વ.રામજીભાઇ વિઠલજી કક્કડ, સ્‍વ.પ્રભુદાસ વિઠલજી, શાંતિલાલ વિઠલજી, સ્‍વ.પ્રવિણચંદ્ર વિઠલજી, સ્‍વ.પ્રાણલાલ (બટુકભાઇ) વિઠલજી કક્કડના અંતરિક્ષના આશીર્વાદ

રાજકોટ, તા.૨૧: સમસ્‍ત કક્કડ પરિવાર સ્‍વ વિઠલજીભાઇ બેચરભાઈ કક્કડ પરિવાર દ્વારા પિતળઓના મોક્ષાર્થે સ્‍વ.મણિલાલ  વિઠલજી, સ્‍વ કાંતિલાલ વીઠલજી, સ્‍વ. ગોવિંદજીભાઈ  વિઠલજી, સ્‍વ. રામજીભાઈ વિઠલજીભાઈ કક્કડ, સ્‍વ. પ્રભુદાસ  વિઠલજી, શાંતિલાલ વિઠલજી, સ્‍વ. પ્રવિણ ચંદ્ર વિઠલજી, સ્‍વ પ્રાણલાલ (બટુકભાઈ) વિઠલજી કક્કડના અંતરિક્ષના આશીર્વાદ સાથે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ગુરુવાર તા.૨૩ ઓક્‍ટોબરથી પ્રારંભ થનાર આ કથા  તા.૨૯ના રોજ વિરામ પામશે. કાલાવડ રોડ સ્‍વામિનારાયણ મંદિર ખાતે અક્ષર બ્રહ્મ  સંકુલ હોલ, બીજા માળે ગેટ નંબર એક  ખાતે યોજાનાર આ કથામાં જાણીતા વક્‍તા ચિત્રકૂટવાળા શ્રી શ્‍યામસુંદરજી મહારાજ દ્વારા કથાનું રસપાન કરાવશે.  કથા દરમિયાન વિવિધ પ્રસંગો ભારે ભક્‍તિભાવપૂર્વક યોજાશે તેમ કક્કડ પરિવાર દ્વારા જણાવાયું છે.(૨૩.૧૮)

(2:13 PM IST)