<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

કોઠારીયા સ્‍વાતિ પાર્કમાં પાર્થ પરમારના ઘર પર વિજય અને ત્રણ અજાણ્‍યાનો પથ્‍થરમારોઃ બારીના કાચ ફોડયા, એક્‍ટીવામાં તોડફોડ

રાજકોટઃ ધોકાની રાતે મારામારીની વધુ એક ઘટના બની હતી. જેમાં કોઠારીયા સ્‍વાતિ પાર્ક શેરી નં. ૮માં રહેતાં પાર્થ સુરેશભાઇ પરમાર (ઉ.વ.૨૬) નામના દરજી યુવાનના ઘર પર વિજય આતરેસા અને ત્રણ અજાણ્‍યાએ પથ્‍થરમારો કરી બારીના કાચ ફોડી નાંખી તેમજ પાર્થને પણ પગમાં પથ્‍થરનો ઘા મારી ઇજા પહોંચાડતાં અને ઘર બહાર રાખેલા તેના એક્‍ટીવામાં પણ પથ્‍થર મારી નુકસાન કરી તેમજ પાર્થ અને તેના ઘરના સભ્‍યોને ગાળો દઇ મારી નાખવાની ધમકી આપતાં એ-ડિવીઝનના હેડકોન્‍સ. બી. એ. જોગીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘર પાસે વિજય સહિતના રાતે અઢી વાગ્‍યે ગાળો બોલતાં હોઇ ના પાડતાં આ માથાકુટ થઇ હતી.

(10:37 AM IST)