News of Friday, 24th October 2025
રાજકોટમાં જૂગારના બે દરોડાઃ મહિલઓ સહિત ૧૩ પકડાયાઃ નવાગામ આણંદપરમાં જીકુબેન જંજવાડીયાના ઘરમાં કુવાડવા પોલીસનો દરોડોઃ જૂગાર રમતાં મહિલાઓ સહિત ૮ની ધરપકડઃ રણુજા મંદિર પાસે ગણેશનગરમાં જાહેરમાં જૂગાર રમતાં ૦૫ને આજીડેમ પોલીસે પકડયા

રાજકોટઃ દિવાળીના તહેવારની રજામાં પત્તાપ્રેમીઓ જૂગાર રમવા બેસી ગયા હતાં. નવાગામ આણંદપરમાં મહિલાના ઘરમાં કુવાડવા રોડ પોલીસે દરોડો પાડી જૂગાર રમતાં ૮ને પકડી લીધા હતાં. જ્યારે રણુજા મંદિર નજીક ગણેશનગરમાં જાહેરમાં જૂગાર રમતાં પાંચને આજીડેમ પોલીસે પકડયા હતાં.
કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી પરથી નવાગામ આણંદપર શેરી નં. ૩માં જીકુબેન વિરજીભાઇ જંજવાડીયાના ઘરમાં દરોડો પાડી તેને તથા આણંદપર શેરી-૪ના લીલાધર નાગજીભાઇ રાતોજા, લાલપરી શેરી-૫ના પ્રવિણ વિઠ્ઠલભાઇ મેણીયા, શક્તિ સોસાયટી-૪ના મનોજ નાનજીભાઇ જંજવાડીયા, લાલપરી-૫ના વિશાલ ધરમશીભાઇ રાતોજા, મનહરપુરના જશબુને હીરાભાઇ મેસરીયા, પાંજરાપોળના કંચનબેન મુકેશભાઇ રાઠોડ અને આણંદપર શેરી-૩ના ગીતાબેન અશોક જંજવાડીયાને પકડી લઇ ગંજીપાના અને રોકડા રૂ. ૭૪૮૦ કબ્જે કર્યા હતાં. પીએસઆઇ એ. એ. બ્લોચ, સંજયભાઇ જાદવ સહિતે દરોડો પાડયો હતો.
જ્યારે કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે ગણેશનગર સોસાયટી-૪ની સામે ખુલ્લા પ્લોટમાં જૂગાર રમાતો હોવાની માહિતી પરથી આજીડેમ પોલીસે દરોડો પાડી રાધેશ્યામ ભરતભાઇ કુબાવત, મણીનગરના રમેશ વાસુરભાઇ મંઢ, રાજલક્ષ્મી સોસાયટીના રણછોડ લક્ષમણભાઇ સુવાગીયા, ગીતાનગરના પરશુરામ ઉમેશભાઇ યોગાનંદ અને દિપ્તીનગરના વિપુલ રૂગનાથભાઇ કુબાવતને પકડી લઇ ગંજીપાના અને રૂ. ૧૦૦૮૦ કબ્જે લીધા હતાં. હેડકોન્સ. એસ. ડી. બારોટ, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા સહિતે આ દરોડો પાડયો હતો.
(10:33 AM IST)










