News of Friday, 24th October 2025
હુડકો ચોકડીએ મુળ યુપીના કરણસિંગ ચોૈહાણને સંજય ગોસ્વામીએ પૈસા મામલે પેટમાં છરી ઝીંકી દીધી

રાજકોટઃ મુળ યુપીના ઇટાવાના ચીંડોલી ગામના અને હાલ કોઠારીયા રોડ હુડકો ક્વાર્ટર નં. ૩૬૭માં રહેતાં અને મજૂરી કામ કરતાં કરણસિંગ રાજેન્દ્રસિંગ ચોૈહાણ (ઉ.વ.૪૦)ને બેસતા વર્ષની સાંજે હુડકો ચોકડીએ હતો ત્યારે સંજયગીરી ગોસ્વામીએ પૈસા માંગી બોલાચાલી કરી ગાળો દેતાં કરણસિંગે ગાળો દેવાની ના પાડતાં સંજયગીરીએ છરી કાઢી પેટમાં ઘા મારી દેતાં સારવાર માટે દાખલ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એ. જે. રાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:34 AM IST)










