News of Saturday, 25th October 2025
આજીવસાહત રામનગર અને વાવડીમાં થોરાળા તથા તાલુકા પોલીસના જૂગારના દરોડાઃ ૧૧ પત્તાપ્રેમીઓ પકડાયા

રાજકોટઃ શહેરમાં જૂગારના વધુ બે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં થોરાળા પોલીસે આજી વસાહતમાં દરોડો પાડી જાહેરમાં પત્તા ટીચતા ૪ શખ્સોને અને તાલુકા પોલીસે વાવડીમાં દરોડો પાડી જાહેરમાં જૂગર રમતાં ૭ શખ્સોને પકડી લીધા હતાં.
થોરાળા પોલીસે આજી વસાહત રામનગર-૪/૩૮ના ખુણે જૂગાર રમવા બેઠેલા ખોડિયારનગરના રમેશ નરસીભાઇ ઢાપા, મહેશ ઉર્ફ દીપક ભરતભાઇ જાડેજા, રામનગરના સંજય મુકેશભાઇ સોલંકી અને ખોડિયારનગર-૩૪ના પ્રદિપ ઉર્ફ નાનો ભરતભાઇ જાડેજા-દેવીપૂજકને પકડી લીધા હતાં. એએસઆઇ એમ. એ. સોલંકી, હરદીપસિંહ ઝાલા સહિતે આ દરોડો પીઆઇ વાઘેલા, પીએસઆઇ મહેશ્વરીની રાહબરીમાં પાડી રૂા. ૨૭૭૦૦ રોકડા અને ગંજીપાના કબ્જે લીધા હતાં.
જ્યારે વાવડી મેઇન રોડ જયભારત શાળાવાળી શેરીમાં સિનર્જી કારખાના પાસે જાહેરમાં જૂગાર રમવા બેઠેલા વાવડીમાં રહેતાં મુળ યુપી જોનપુરના ગુડ્ડુ કૈલાસ રાજભર, આકાશ રાધેશ્યામ યાદવ, રવિ ભૈરવલાલ ખોજા, બાબુરામ હરીદાસ ચમાર, જીવનલાલ રામનરેશ મોૈર્યા, વિજેન્દ્ર શંકરથા ચમાર અને રોહિત લછનધારી ચમારને પકડી લીધા હતાં. પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં હેડકોન્સ. ચીરાગભાઇ કલોલા સહિતે દરોડો પાડી રૂા. ૧૦૪૦૦ તથા ગંજીપાના કબ્જે કર્યા હતાં.
(11:14 AM IST)










