<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

શિતલ પાર્ક પાસે આઇટી કંપની ચલાવતાં નિશાંત બદીયાણીના નામનું ખોટુ ઇ-મેઇલ આઇડી બનાવી કોઇએ બીજી કંપનીને મેઇલ કરી દીધોઃ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટઃ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ શીતલ પાર્ક પાસે ધ સ્‍પાયરમાં રીચીરીચ ઇન્‍ફોટેક નામે આઇટી કંપની ચલાવતાં ગાંધીગ્રામ ગોૈતમનગરના નિશાંતભાઇ અરવિંદભાઇ બદીયાણી (ઉ.વ.૩૬) નામના યુવાનના ઇ-મેઇલ આઇડીને લગતું બીજુ ફેક ઇ-મેઇલ આઇડી બનાવી તેનો ઉપયોગ કરી નિશાંતભાઇની કંપનીના નામે ખોટા ઇ-મેઇલ લોકોને મોકલતાં આ અંગે સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવામાં આવી હતી.

નિશાંતભાઇએ જણાવ્‍યું છે કે  ગત ૩૦/૦૬/૨૦૨૫ ના રોજ પેટપુજા નામની આઈ.ટી. કંપની જે પ્રહલાદનગર, અમદાવાદ ખાતે આવેલ છે તેમાંથી ઉર્વીશભાઈનો મને કોલ આવેલ અને મને જણાવેલ કે તમે અમારી કંપનીના એમ્‍પલોયની ફરીયાદ કરતો ઈ-મેઇલ કરેલ જે અમને મળેલ છે જેથી મે તેઓને કહેલ કે મે એવો કોઈ ઇ-મેઇલ કરેલ નથી. બાદ મે તેઓને મળલે ઈ-મેઈલનો સ્‍ક્રીનશોટ મંગાવી  જોતા કોઈએ મારા ઈ-મેઇલ આઇડીને લગતુ બીજુ મારા નામનુ ફેક ઈ-મેઇલ આઇ.ડી. બનાવી તેનો ઉપયોગ કરી પેટપુજા નામની આઈ.ટી. કંપનીને મારા તથા મારી કંપનીના નામે મારો મોબાઇલ નંબર સાથેનો ઇ-મેઇલ કરી દીધો હતો. જેથી મેં સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન ૧૯૩૦માં ફરિયાદ કર્યા બાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. પીઆઇ બી. બી. જાડેજાએ ગુનો દાખલ કરી પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં તપાસ શરૂ કરી છે.

(7:38 PM IST)