<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

નાના મવા રોડ લક્ષ્મીનગર અન્‍ડર બ્રીજમાં ચાલુ કારમાં ફટાકડા સળગાવી રોડ પર ફેંકનારા રોનક જાદવ, વત્‍સલ સોલંકી, ધર્મેશ ગોંડલીયા સામે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્‍યું

 

રાજકોટઃ શહેરમાં દિવાળીની રાતે અગીયારેક વાગ્‍યે નાના મવા રોડ લક્ષ્મીનગર અન્‍ડર બ્રીજમાં એક કારમાં કેટલાક શખ્‍સો ચાલુ કારે ફટાકડા સળગાવી રોડ પર ફેંકતા હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. ધાધલ, અજયભાઇ વીકમા, ભાવેશભાઇ ગઢવી સહિતના સ્‍ટાફે તપાસ શરૂ કરી હતી. દરમિયાન કાર નંબરને આધારે ત્રણ શખ્‍સોની ઓળખ મળી હતી. પોલીસે રોનક નરેશભાઇ જાદવ (ઉ.વ.૧૯-રહે. રામરણુજા સોસાયટી-૧ કોઠારીયા રોડ), વત્‍સલ પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.૨૦-રહે. સુર્યદેવ સોસયાટી-૨, હુડકો ચોકડી કોઠરીયા રોડ) અને ધર્મેશ પ્રભુદાસ ગોંડલીયા (ઉ.વ.૨૧-રહે. શિવધારા સોસાયટી, કોઠારીયા રોડ) વિરૂધ્‍ધ કારમાં ફટાકડા સળગાવી રોડ પર ફેંકી લોકો માટે ભયજનક પરિસ્‍થિતિ ઉભી કરવાનું અને ગંભીર અકસ્‍માત સર્જાય તેવુ કૃત્‍ય કરવાનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ કાર રોનક ચલાવતો હતો. વત્‍સલ વિડીયો ઉતારતો હતો.

(11:19 AM IST)