<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

દુર્લભ અને લુપ્ત થતી પ્રજાતીનું પ્રાણી કીડીખાવ (પેંગોલીન)ને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી કરોડો રૂપિયામાં વેચવા નીકળેલા ગીર પંથકના બીજલ સોલંકી, દિલીપ મકવાણાને શહેર એસઓજીએ પકડ્યા: ભારતમાં આવો બીજો ગુજરાતમાં પ્રથમ કેસ: પીઆઇ સંજયસિંહ જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી.કે ઝાલા, એએસઆઇ રાજેશભાઈ બાળા, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા તથા યોગરાજસિંહ ગોહીલની ટીમની કામગીરી

રાજકોટ: આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં થાય છે તેવા દુર્લભ પ્રાણી કીડીખાઉં (પેંગોલીન)ને ગેરકાયદેસર રીતે રાજકોટમાં કરોડો રૂપિયા આશરે બાવીસ કરોડમાં વેચે એ પહેલાં શહેર એસઓજીની ટીમે ગીર પંથકના બે શખ્સને પકડી લીધા છે. આગળની તપાસ જામવાડા ફોરેસ્ટ અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારત દેશમાં આ પ્રકારનો બીજો કેસ છે અને ગુજરાતમાં આવો પહેલો કેસ દાખલ થયો છે. 

 જાણવા મળ્યા મુજબ વન્ય પ્રાણીઓની પોતાના અંગત લાભ માટે ગેરકાયદેસર રીતે તસ્કરી કરી વન્યજીવ ચક્રની લાઇફ સાયકલ ડીસ્ટર્બ કરતા તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ જે અનુસંધાને એસઓજીના પો.ઇન્સ. સંજયસિંહ એમ. જાડેજાની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા ટીમના માણસો ગઇ તા.૨૪/૧૦/૨૦૨૫ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે વન્ય જીવોના શેડયુલ-૦૧માં સામેલ અને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાતુ દુર્લભ અને લુપ્ત થતી પ્રજાતીનુ પ્રાણી કીડીખાવ (પેંગોલીન)ને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી એક શખ્સ પોતાના આર્થીક લાભ માટે તેનુ વેચાણ કરવા માટે રાજકોટ શહેર ખાતે આવનાર છે. જે અંગે ઉપરી અધીકારીઓને ટેલીફોનીક જાણ કરતા આ વન્ય જીવને રેસ્ક્યુ કરવા તથા આરોપીઓને પકડી પાડવા માટે તેઓ દ્વારા મળેલ ત્વરીત માર્ગદર્શન આધારે ઢેબર રોડ રાજકોટ શહેર ખાતેથી ગાંગેથા તા.સુત્રાપાડા જી.-ગીર સોમનાથના એક શખ્સને

પકડી પાડી તેની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા વન્યજીવ કીડીખાવ (પેંગોલીન) ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવાડ ગામે અન્ય આરોપીના કબ્જા ભોગવટામાં ગોંધી રાખેલ હોઇ તેવી વિગતો જણાવતા ઉપરી અધીકારીઓની ટેલીફોનીક મંજુરી મેળવી કોઇપણ જાતના વિલંબ વગર આ અમુલ્ય વન્યજીવ કીડીખાવ (પેંગોલીન)નું રેસ્ક્યુ કરવા તેમજ આરોપીને પકડી પાડવા માટે પી.એસ.આઇ. વી.કે ઝાલા તથા તેમની ટીમના એ.એસ.આઇ રાજેશભાઈ બાળા, પો.હેડ.કોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા તથા યોગરાજસિંહ ગોહીલ ગીર સોમનાથ જીલ્લા ખાતે જવા માટે રવાના થયેલ હતાં. બાદમા મોડી રાત્રે ઘાટવડ ગામે પહોંચી સ્થાનીક પોલીસ સ્ટેશનની મદદ મેળવી ઘાટવડ ગામથી આગળ દેવથાનીયા જંગલ વિસ્તારમા આતુભાઇ લાલકીયા રહે.ઘાટવડની વાડીમા આવેલ પડતર ઓરડીમાં પાંજરામાં ગોંધી રાખેલ કીડીખાવ (પેંગોલીન)ને હસ્તગત કરી તેમજ બીજા આરોપીને પકડી પાડી કીડીખાવ (પેંગોલીન)નુ સુરક્ષીત રીતે રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગની મદદ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસર જામવાડાને સોંપવામા આવેલ છે. આ મામલે ઘાટવાડ-૨ બીટ ખાતે FIRST OFFENCE REPORTથી ભા.વ.અ.-૧૯૨૭ કલમ-૨ (૪), તથા વ.પ્રા.સં.અ.-૧૯૭૨ કલમ ૨(૧), ૨(૧૧), ૨(૧૪), ૨(૧૬), ૨(૩૩), ૨(૩૫), ૨(૩૬), ૯, ૩૯, ૪૩, ૪૯, ૫૦, ૫૧, ૫૨, ૫૫, ૫૭ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે બે શખ્સો બીજલ જીવાભાઇ સોલંકી (ઉ.વ.-૩૯ રહે- ગામ- ગાંગેથા તા.સુત્રાપાડા જી.-ગીર સોમનાથ) અને દીલીપ વિહાભાઇ મકવાણા (ઉ.વ.-૨૮ રહે-ગામ-ઘાટવડ તા.-કોડીનાર જી.-ગીર સોમનાથ)ની ધરપકડ કરી છે. ફોરેસ્ટ વિભાગને જીવીત કીડીખાવ (પેંગોલીન) નં-૦૧, મોબાઇલ નંગ ૦૨ સોંપવામાં આવેલ છે.

આ કામગીરી શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી.બસીયાની સૂચના અંતર્ગત પો.ઈન્સ. એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ વી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. રાજેશભાઈ બાળા તથા પોલીસ હેડ કોન્સ.ઉપેન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જાડેજા, જયદિપસિંહ ચૌહાણ, યોગરાજસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. અનોપસિંહ ઝાલા તથા કોડીનાર પોલીસ સ્ટેશનના પો.કોન્સ. વિક્રમભાઈ ઓડેદરા, એસીએફ ચંદગુડે ચીરાગ મચ્છીન્દ્રા તથા આરએફઓ બી.બી. વાળા-જામવડાએ આ કામગીરી કરી છે.

(10:34 AM IST)