<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

કોઠારીયા સોલવન્‍ટના શિતળાધારમાં પિતા-પુત્રને સાપે દંસ માર્યોઃ પુત્ર ગંભીર

૧૩ વર્ષના વિશાલને હાથમાં દંશ દેતાં તેણે દેકારો મચાવતાં પિતા અશોકભાઇ જાગતાં તેને પણ કરડી ગયોઃ બંને સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: કોઠારીયા સોલવન્‍ટ શિતળાધારમાં પિતા-પુત્ર બંનેને રાતે સાપે દંશ મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. જેમાં દિકરાની હાલત ગંભીર  છે. જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા સોલવન્‍ટ શિતળાધારમાં રહેતાં વિશાલ અશોકભાઇ મહંતો (ઉ.વ.૧૩)ને રાતે એકાદ વાગ્‍યે હાથમાં સાપ કરડી જતાં તેણે દેકારો મચાવતાં તેના પિતા અશોકભાઇ દશઇભાઇ મહંતો (ઉ.વ.૩૦) જાગી ગયા હતાં અને સાપ ઘરમાં ક્‍યાં ગયો તે જોવા જતાં તેના હાથમાં પણ દંશ મારી દેતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

વિશાલની હાલત ગંભીર હોઇ આઇસીયુમાં સારવાર હેઠળ રખાયો છે. તે બે ભાઇમાં મોટો છે. તેના પિતા અશોકભાઇ કારખાનામાં મજૂરી કરે છે. આ પરિવાર મુળ બિહારનો વતની છે. 

(3:35 PM IST)