News of Monday, 27th October 2025
જલારામ જયંતિએ રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૧૦ દ્વારા મહાઆરતી, મહાપ્રસાદ, ભજન સંધ્યાના કાર્યક્રમો
વડીલો ખુરશી ટેબલ પર મહાપ્રસાદનો લાભ લેશે, આસિત સોનપાલ સહિતના ગાયકો ભજનો પિરસશે

રાજકોટઃ રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં. ૧૦ દ્વારા તા.૨૯ બુધવાર ના રોજ અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે ધામ-ધૂમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવશે. જેમાં સાંજે ૬:૩૦ વાગ્યે મહાઆરતી ત્યારબાદ સાંજે ૭ વાગ્યાથી મહાપ્રસાદ તેમજ ભજન સંધ્યામાં કારોબારી સભ્ય મુન્નાભાઈ ઠક્કર, આશિતભાઈ સોનપાલ, મયુરભાઈ કોટક, હીનાબેન કોટડીયા, અને મયુરીબેન ભાલારા દ્વારા રજુ કરવામાં આવશે. એન્કરિંગ મીનલબેન સોનપાલ દ્વારા કરવામાં આવશે તેમજ સંગીત મનોજ વિમલ ગુજરાતી ફિલ્મ મ્યુઝિક ડાયરેક્ટર દ્વારા રજુ કરવામાં આવશે.
જેમાં મહાપ્રસાદમાં સીનીયર સીટીઝન માટે અલગ સુવિધા આપવામાં આવે છે, જેમાં સીનીયર સીટીઝનને ટેબલ ખુરશી પર બેસાડી પ્રસાદ આપવામાં આવે છે. પ્રસાદીમાં તમામ રસોઈ મિનરલ વોટરમાં બનાવવામાં આવે છે. ચોખા ઘીની ગુંદી, ગાંઠિયા, કઢી, ખીચડી, બાજરાના રોટલા, સીંગતેલ માં શાક તેમજ સંભારો પ્રસાદી રૂપે આપવામાં આવે છે.
વોર્ડ નંબર ૧૦ માં રહેતા તમામ રઘુવંશી ભાઈઓ તથા બહેનો તેમજ તમામ જલારામ ભક્તોને સંસ્થાના પ્રમુખ પરેશભાઈ તન્ના, ભાવેશ પોપટ તેમજ રઘુવંશી યુવા ગ્રુપની પૂરી ટીમ સેવા આપી રહી છે.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રભારી અંજલીબેન રૂપાણી,તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ તથા રઘુવંશી અગ્રણી કમલેશભાઈ મીરાણી, તેમજ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ, ગ્રુપના ચેરમેન હરીશભાઈ લાખાણી, કાશ્મીરાબેન નથવાણી ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પરેશ તન્ના, બીપીન પોપટ, ભરત સેતા, ભાવેશ પોપટ, પરેશ આર તન્ના, પ્રદીપ રાજવીર, ચેતન તન્ના, યશવંત જોબનપુત્રા, પ્રભુદાસ જોબનપુત્રા, ભરત દતાણી, શશીભાઈ જોબનપુત્રા, હરીશ દતાણી, જય અમલાણી, રાકેશ અમલાણી, નિલેશ કોટક, ડો. પ્રણવ ઉનડકટ, બિપિન પુજારા, નિલેશ રાયચુરા, મુન્નાભાઈ ઠક્કર, ગૌતમ સોમૈયા, મિતેશ પુજારા, બીપીનભાઈ, રાજાણી, કિરીટ સેતા, નીરવ ગોકાણી વગેરે જહેમત ઉઠાવે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:17 PM IST)










