News of Tuesday, 28th October 2025
આગામી ૩૧મીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના હિસાબી કેડરના કર્મચારીઓનો રમતોત્સવ
ક્રિકેટ ટુર્નામેન્ટ-સંગીતખુરશી-રસ્સા ખેંચ-લીંબુ ચમચી સ્પર્ધાઓ થશે

રાજકોટ, તા.૨૮: સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરમાં ૧૨ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓનો રમતોત્સવ ૩૧મી ઓક્ટોબરે રાજકોટ ખાતે યોજાશે. જેમાં ભાઈઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ જ્યારે બહેનો માટે સંગીત ખુરશી, રસ્સા ખેંચ, લીંબુ ચમચીની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૩૧મીએ સવારે ૮થી સાંજે ૬ દરમિયાન, કોસ્મિક વિદ્યાસંકુલ મેદાન, ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડ, જામનગર રોડ ખાતે રમતોની રસાકસી જામશે. ભાઈઓની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આઠ ટીમો જ્યારે વિવિધ રમતોમાં ૪૦થી વધુ બહેનો ભાગ લઈને કૌવત ઝળકાવશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા સર્વશ્રી નંદાણીયા, કરમૂર, દેસાઈ, પી.એમ. જાડેજા, ગઢવી, ડેલાવાળા, બારભાયા, મુશર, ભટ્ટ જ્યારે બહેનોમાં જયશ્રી ગોવાણી, કિર્તીબા વાઘેલા, ક્રિષ્નાબેન અગ્રાવત, તળપ્તિબેન લાંધણોજા, હેતલબેન ચેતા તેમજ ભટ્ટીભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા હોવાનું રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામક આર.જે. માંડલીયાની યાદીમાં જણાવાયું છે.
(11:08 AM IST)










