<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

રઘુવંશી મિત્ર મંડળ વોર્ડ નં.૧ દ્વારા કાલે બિલેશ્‍વર મહાદેવ મંદિરે મહાઆરતી, જ્ઞાતિ ભોજનનું આયોજન

 

રાજકોટઃ રઘુવંશી મિત્ર મંડળ રઘુવંશી મિત્ર મંડળ - વોર્ડ નં ૧ દ્વારા તા. ૨૯ને બુધવારે સંત શિરોમણી પ.પૂ. શ્રી જલારામ બાપાની ૨૨૬ મી જન્‍મ જયંતિની ભાવપૂર્વક ભકિતમય ઉજવણી કરવામાં આવશે.

બિલેશ્વર મહાદેવ મંદિર જેએમસી નગર મેઇન રોડ, ગીતા એવરીની પાછળ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે મહાઆરતી તથા જ્ઞાતિભોજનનું આયોજન કરવામાં આવશે.

સવારે ૧૦:૩૦ કલાકે રઘુવંશી શ્રેષ્ઠીઓ તથા જલારામ બાપાના ભકતો દ્વારા મહાઆરતી થશે ત્‍યાર બાદ બપોરે ૧૧ થી ૦૨:૩૦ રાખેલ સુધી મહાપ્રસાદ  રાખેલ છે.

આયોજનને સફળ બનાવવા માટે કાર્યકર ટીમ અશોકભાઈ તન્ના, સમીરભાઈ સોનપાલ, કેતનભાઈ સૂચક, દિપેનભાઈ સૂચક, કિશોરભાઈ સીરોદરિયા, બિપીનભાઈ નથવાણી, ભાવેશભાઈ પતાણી, બિપીનભાઈ પુજારા, મહેન્‍દ્રભાઈ ઉનડકટ, પ્રથમભાઇ રાજદેવ, કેયુરભાઇ કાનાબાર આ ઉપરાંત અનેક નામી-અનામી કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

વિશેષ માહિતી માટે મો. ૯૪૨૬૧ ૫૨૬૬૭, ૯૪૦૮૬૬૪૯૩૩ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૩૬)

(2:13 PM IST)